અરવલ્લી : રાજ્ય પોલીસવડાના હસ્તે મહિલા પીએસઆઇ કોમલ રાઠોડ અને કિશોરસિંહ સીસોદીયા કમાન્ડેશન ડીસ્ક અવોર્ડથી સન્માનિત
પૂર્વ રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ રાજ્યમાં ફરજ બજાવતા અધીકારીઓ અને કર્મચારીઓની સારી કામગીરીને બિરદાવવા અને પ્રોત્સાહીત કરવા ડી.જી.પી કમાન્ડેડ અવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે સતત ત્રીજા વર્ષે રાજ્ય પોલીસવડા આશિષ ભાટીયાના હસ્તે રાજ્યમાંથી આ અવોર્ડ માટે પસંદગી થયેલ 110 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને કરાઈ પોલીસ એકેડેમી ખાતે અવોર્ડ આપી સન્માનિત કર્યા હતા જેમાં મોડાસા મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કોમલ રાઠોડ અને અમદાવાદ શહેર પીએસઆઈ કે.એસ.સીસોદીયાને કમાન્ડેશન ડીસ્ક અવોર્ડથી સન્માનિત કર્યા હતા.
મોડાસા મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કોમલ રાઠોડ સાબરકાંઠા જીલ્લામાં ફરજ દરમિયાન એસઓજી, પેરોલફર્લો અને હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશનમાં સફળ કામગીરી માટે તેમજ એસઓજી અને પેરોલ ફર્લોમાં ફરજ દરમિયાન અનેક નામચીન નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેતા તેમની કામગીરીની નોંધ લઇ ગુજરાત રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ કમાન્ડેશન ડીસ્ક અવોર્ડથી સન્માનિત કર્યા હતા
અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા કિશોરસિંહ સીસોદીયા અરવલ્લી જીલ્લા પેરોલ ફર્લો ટીમ પીએસઆઇ ફરજ દરમિયાન અનેક ખૂંખાર આરોપીઓને રાજ્ય સહીત રાજસ્થાનમાં ત્રાટકી દબોચી લીધા હતા એક વર્ષમાં 101 આરોપીને દબોચી લઇ જેલ હવાલે કરી દીધા હતા પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એસ.સિસોદીયાની ઉત્તર ગુજરાતમાં શ્રેષ્ઠ કામગીરીને લીધે પસંદગી કરવામાં આવી હતી અને કમાન્ડેશન ડિસ્ક એવોર્ડથી સન્માનિત કર્યા હતા