અરવલ્લી:સાઠંબા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા લોક દરબાર યોજાયો
અરવલ્લી જિલ્લાના સાઠંબા પોલીસ મથક ખાતે મંગળવાર ના રોજ જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખારા દ્વારા લોક પ્રશ્નોને લઇ લોક દરબાર યોજવામાં આવ્યો હતો આ લોક દરબારમાં સાઠંબા પોલીસ મથક વિસ્તારના સરપંચો આગેવાનો નાગરિકો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા આ લોક દરબાર ના કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા સંજય ખરા તે લોકો સાથે સંવાદ કરી તેમને કાયદો અને વ્યવસ્થા ના પ્રશ્નો બાબતે કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો રજૂઆત કરવા જણાવ્યું હતું સાથે સાથે લોકોને આધુનિક ટેકનોલોજીના જમાનામાં ગુનાખોરીના પ્રકારો પણ આધુનિક થતા હોય કેવી રીતે સાવચેત રહેવું તે બાબતે સમજ આપી હતી અને જનતાને તેમના પ્રશ્નો બાબતે ગમે ત્યારે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું આ કાર્યક્રમમાં આગેવાનો નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમના અંતે સાઠંબા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગૌરવ ચૌધરીએ સૌની આભાર વિધિ કરી હતી