ગુજરાત

બ્રહ્માકુમારીઝ દ્વારા ‘અખિલ ગુજરાત શિવજયંતી મહોત્સવ’ અંતર્ગત અમદાવાદમાં તારીખ ૧૦ થી ૧૩ ફેબ્રુઆરી દરમ્યાન ‘શિવદર્શન નગરી’ નું વિશેષ આયોજન

આધ્યાત્મિક ઉત્થાન માટે કાર્યરત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા ‘અખિલ ગુજરાત શિવજયંતી મહોત્સવ’ મનાવવામાં આવી રહેલ છે. જે અંતર્ગત તા.૧૦ થી ૧૩ ફેબ્રુઆરી, દરમ્યાન ગણેશ હાઉસીંગ ગ્રાઉન્ડ ઝાયડસ, હોસ્પિટલ પાસે, એસ.જી. હાઈવે, થલતેજમા ‘શિવ અવતરણથી સ્વર્ણિમ ભારત મહોત્સવ’ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

પરમાત્મા શિવનું ભારત ભૂમિ પર પ્રજાપિતા બ્રહ્માના તનમાં ૧૯૩૭માં થયેલ દિવ્ય અવતરણની યાદગાર એ જ મહાશિવરાત્રી-૮૭મી ત્રિમૂર્તિ શિવજયંતી છે. જેના ઉપલક્ષમાં બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજીત ઉપરોક્ત ઉત્સવ અંતર્ગત શિવદર્શન નગરી બનાવેલ છે.

શિવદર્શન નગરીમાં (૧) ૧૨ જ્યોતિર્લિંગમ દર્શન (૨) સ્વર્ણિમ ભારત દર્શન (૩) વેલ્યુ ગેમ્સ (૪) રાજયોગ પ્રદર્શન અને (૫) શાંતિ અનુભૂતિ કક્ષ જેવા આકર્ષણના કેન્દ્ર બની રહેશે.

તદુપરાંત ૩૫ ફૂટ ઊંચા શિવલિંગના દર્શન પણ રહેશે.

આ શિવદર્શન નગરીનું શુભ ઉદ્દઘાટન ૧૦ ફેબ્રુઆરી સાંજે ૬.૦૦ વાગે શહેરના અગ્રણી મહાનુભાવો (૧) શ્રી કૌશિકભાઈ પટેલ (પૂર્વ મહેસૂલ મંત્રી, ગુજરાત રાજ્ય) (૨) શ્રી શૈલેષભાઈ પરમાર (ધારાસભ્ય- દાણીલીમડા) (૩) શ્રી મોહિત ત્રિપાઠી (એડિશનલ કમિશ્નર-જીએસટી)(૪) શ્રી સતીષભાઈ શાહ (પ્રેસિડેન્ટ-અમદાવાદ એજ્યુકેશન ગૃપ તથા એમ.ડી. નેશનલ પેરામેડિકલ એજ્યુકેશન) (૫) શ્રી સવજીભાઈ વસાણી (જાણીતા સોશ્યલ વર્કર, ફિલાન્થોપ્રીસ્ટ અને બિઝનેસમેન) અને (૬) શ્રી નિર્ણય કપૂર (ગુજરાત રીજીઅન હેડ, ઇન્ડિયા ટી.વી.) ના કરકમલો દ્વારા થનાર છે.

તા.૧૧થી ૧૩ ફેબ્રુઆરી દરમ્યાન સવારે ૬.૩૦ થી ૮.૦૦ સુધીમાં રાજયોગ શિબિરનું આયોજન કરેલ છે. રાજયોગ દ્વારા વ્યક્તિ જીવનમાં સુખ અને શાંતિની અનુભૂતિ કરશે. આ શિવજયંતી મહોત્સવના દરેક કાર્યક્રમોમાં સર્વ નગરજનોને પધારવા હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે. સર્વ માટે પ્રવેશ નિ:શુલ્ક છે.

આ મહોત્સવ અંતર્ગત વિશેષ તારીખ ૧૩ ફેબ્રુઆરી સોમવારે સાંજે ૫ થી ૮ના દિવ્ય મહોત્સવમાં બ્રહ્માકુમારી શિવાનીબેન ઉપસ્થિત રહી ‘સ્વર્ણિમ ભારતની સંકલ્પના’ પર મૂલ્યવાન વિચારો રજૂ કરશે. સાથે, ’અભ્યુદય’-શિવ અવતરણ નૃત્ય નાટિકાનું આયોજન કરેલ છે. પણ આ કાર્યક્રમ માટે ‘પ્રવેશ પાસ’ અનિવાર્ય છે, જે બ્રહ્માકુમારીઝના સેવાકેન્દ્રો પરથી મળશે.

————-*—————-

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x