આજે સાબરકાંઠામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ આંગણવાડી અને શાળામાં ઉજવાશે
સાબરકાંઠા જિલ્લામાં આજે તા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ આંગણવાડી અને શાળામાં ઉજવણી કરવામાં આવશે.આંતરડાની કૃમિથી સંક્રમિત બાળકો ભુખ ગુમાવે છે. જેના લીધે શરીરમાં લોહીની ઉણપ (પાંડુરોગ) થાય છે. જેને કારણે બાળકના શારીરિક અને માનસિક વિકાસમાં ઘટાડો થાય છે. જેના પરીણામે કુપોષણ જેવી ગંભીર પરીસ્થિતી સર્જાય છે. દર વર્ષે વર્ષમાં બે વાર કૃમિનાશક દવા આપવામાં આવે છે. આ માટે દર વર્ષ નેશનલ ડી વોર્મિંગ ડે (NDD)માં ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને કૃમિનાશક દવા(આલ્બેન્ડાઝોલ)ની ગોળી આપવમાં આવે છે. આ વર્ષે તા. ૧૦/૦૨/૨૦૨૩ થી તા. ૧૭/૦૨/૨૦૨૩ એક અઠવાડીયા દરમિયાન નેશનલ ડી વોર્મિંગ ડે (NDD) રાઉન્ડ ઉજવવા આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની તમામ આંગણવાડી, તમામ શાળાઓમાં ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને કૃમિનાશક દવા(આલ્બેન્ડાઝોલ)ની ગોળી આપવમાં આવશે. શાળાએ ન જતાં બાળકો ને આશા દ્વારા ઘરે ઘેર જઈને આ ગોળી રૂબરૂમાં ગળવામાં આવશે.
૦૦૦૦૦૦૦૦