કૃપા આર્ટ ફાઉન્ડેશન દ્વારા વડનગર વિસામો વૃદ્ધાશ્રમ માં આયુર્વેદિક પંચકર્મ નિશુલ્ક શિબિર સંપન્ન
કૃપા આર્ટ ફાઉન્ડેશન, મુંબઈ દ્વારા વડનગર સ્થિત વિસામો વૃદ્ધાશ્રમ માં મફત આયુર્વેદિક,પંચકર્મ શિબિર નું આજે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વડીલો ની નિશુલ્ક તપાસ ,નિદાન, માર્ગદર્શન નિષ્ણાંત ડોકટર ટીમ દ્વારા કરવામાં આવી.આ સમગ્ર આયોજન નો તમામ ખર્ચ સંસ્થાના ચેર પર્સન કૃપા શાહ દ્વારા ઉઠાવવા માં આવ્યો હતો. વૃદ્ધાશ્રમ માં કેમ્પ માટેની તમામ વ્યવસ્થા,અને સહયોગી ના જલપાન,કેમ્પ માટે ટેબલ ખુરશી વગેરે નો બંદોબસ્ત માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મોટા ભાઈ શ્રી સોમાભાઇ દામોદરદાસ મોદી દ્વારા કરવામાં આવ્યો.. સ્વ વડીલો ની સ્મૃતિ માં રાજેશ ભોજક દ્વારા પણ કેમ્પ માં સહયોગ કરવામાં આવ્યો.સમગ્ર કેમ્પ નું સંકલન દિપક ભાઈ રાવલ એ કર્યું હતું.આ પ્રસંગે કૃપા શાહ, બ્રહ્માકુમારી મિડિયા વિગના ડો રાજેશ ભોજક,શ્રી દીપક રાવલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું.ડો ચિરાગવ્યાસ ,ડો ધ્રુવા વ્યાસએ તમામ વડીલોને રોગો તથા તેના ઈલાજ,પરેજી ઋતુ પ્રમાણે આહાર બાબતે માર્ગદર્શન આપ્યું હતું. વડીલો ની તમામ દવાનો પ્રબંધ અને પખવાડિયક તપાસ વ્યવસ્થા કૃપા આર્ટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો હતો. કૃપા શાહે વૃધ્ધાશ્રમ ના વડીલો સાથે વાર્તાલાપ,ગરબા અને યોગા પ્રવુત્તિ કરી હતી. માતૃ પિતૃ પૂજન ને સાકાર કરતા કૃપા શાહે તમામ વડીલોને શક્યતઃ મદદ ની પ્રોમિસ આપી હતી.સાથે તેમણે વૃદ્ધાશ્રમમાં અવાર નવાર આવવાની પણ પ્રોમિસ આપી હતી.