રાષ્ટ્રીય

સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડરાને સાણસામાં લેવાની તૈયારીમાં ED!!

ન્યુ દિલ્હી :

યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડરા સામે મની લોન્ડરિંગ કેસમાં થઈ રહેલા કેસમાં ગંભીર વળાંક આવ્યો છે, જેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી કોર્ટને શનિવારે કહ્યું હતું કે તેઓ લંડનમાં એક ફ્લેટના વર્ચ્યુઅલ માલિક (સંપત્તિનો સત્તાવાર માલિકના હોવા છતાં એની પર માલિકી હક હોવાનો ઉલ્લેખ) છે, જેની કિંમત આશરે રૂ.16 કરોડ 80 લાખ કરતાં વધુ છે.

ઈડીએ વાડરાની નજીકના મનાતા મનોજ અરોડાની સામે અરવિંદ કુમારની વિશેષ કોર્ટમાં બ્લેક મની કાયદા હેઠળ બિનજમાનત વોરન્ટને લઈને આક્ષેપ કર્યા હતા. ઈડીએ મનોજ અરોડાનાં દિલ્હીમાં આવેલાં સ્થળોએ રેડ પાડી ત્યારથી તેઓ ફરાર છે. ઈડીનો દાવો છે કે લંડનની પ્રોપર્ટીને મની લોન્ડરિંગના રૂપિયાથી ખરીદવામાં આવ્યો હતો. ઈડીનો દાવો છે કે મનોજ અરોડા આ લેવડદેવડના સાક્ષી છે, જે આ ટ્રાન્ઝેક્શન વિશે બધું જ જાણે છે.

વાડરાએ આ ફ્લેટ ભાગેડુ ડિફેન્સ ડીલર સંજય ભંડારી પાસેથી ખરીદ્યો

એજન્સીએ કોર્ટમાં કહ્યું હતું કે આ ફ્લેટ ભાગેડુ ડિફેન્સ ડીલર સંજય ભંડારીએ રૂ.16 કરોડ 80 લાખમાં ખરીદ્યો હતો અને વાડરાની નિયંત્રણવાળી કંપનીએ આ જ કિંમતે ભંડારી પાસેથી એને ખરીદ્યો હતો. ભંડારીની સામે ઓફિશિયલ સિક્રેટ હેઠળ 2016 માં કેસ નોંધવામાં આવ્યો હતો. એવી પણ આશંકા છે કે ભંડારી નેપાળ દ્વારા દેશ છોડવામાં સફળ રહ્યો છે. ત્યાર પછી આવકવેરા વિભાગે ભંડારીની દિલ્હી અને ગુડગાંવ સ્થિત પ્રોપર્ટીને જપ્ત કરી લીધી હતી પણ એ વિશે હજી સુધી કોઈ માહિતી નથી મળી.

અરોડા પણ દિલ્હી અને બેંગ્લુરૂમાં ઈડીની રેડ પછી ફરાર

અરોડા પણ દિલ્હી અને બેંગ્લુરૂ સ્થિત તેની સંપત્તિઓ પર ઈડીની રેડ પછી ફરાર છે. આ રેડ વાડરાની સામે બ્લેક મની એક્ટ હેઠળ કરવામાં આવી હતી. અરોડા સામે બિનજમાનતી વોરન્ટની માગ કરતાં ઈડીએ કોર્ટને જણાવ્યું હતું કે અરોડાને ઘણી વાર બોલાવવામાં આવ્યા હોવા છતાં તેઓ પૂછપરછ માટે નથી આવ્યા, કેમ કે તેની પાસે વાડરાની સામે કેટલીય લેવડદેવડની માહિતી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x