રાષ્ટ્રીય

મહા મહિનો હવે 2019માં દિકરીની વિદાય સાથે મોદીની વિદાય લાવશે, બધા સર્વે અપ ટુ ડેટ

નવી દિલ્હી :

2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત બાદ દેશના નક્શામાં જોવા મળેલી ભગવા રંગની ભરતીમાં 2019ની લોકસભાની ચૂંટણીમાં ઓટ આવતી દેખાઈ રહી છે. તાજેતરમાં હિંદી બેલ્ટના ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હાર બાદ હવે લોકસભાની ચૂંટણી પર સૌની નજર છે. 2019ની લોકસભાની ચૂંટણીને લઈને કરવામાં આવેલા એક સર્વેમાં ભાજપને બહુમતીથી દૂર દેખાડવામાં આવ્યું છે. ઈન્ડિયા ટીવી-સીએનએએક્સના ઓપિનિયન પોલ પ્રમાણે ભાજપ 2019ની લોકસભાની ચૂંટણીમાં પોતાના 2014 જેવા પ્રદર્શનનું પુનરાવર્તન કરી શકશે નહીં.

આ ઓપિનિયન પોલ મુજબ ભાજપ લોકસભાની ચૂંટણીમાં પોતાના દમ પર બહુમતીના આંકડા સુધી પહોંચતું દેખાઈ રહ્યું નથી. એનડીએને મેજિક ફિગરથી લગભગ 15 બેઠકો ઓછી મળવાની સંભાવના સર્વેક્ષણમાં દર્શાવવામાં આવી છે. ભાજપ અને તેના સાથીપક્ષોને 257 બેઠકો મળે તેવી સંભાવના સર્વેમાં વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ અને તેના સાથીપક્ષોને 146 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. યુપીએના આકલનમાં સમાજવાદી પાર્ટી અને બીએસપીને મળનારી બેઠકોને સામેલ કરવામાં આવી નથી.

આ સર્વેક્ષણ પંદરમી ડિસેમ્બરથી પચ્ચીસમી ડિસેમ્બરની વચ્ચે કરવામાં આવ્યો છે. શનિવારે જાહેર કરવામાં આવેલા સર્વેક્ષણમાં સરકાર બનાવવાની ચાવી અન્યોના હાથમાં આવે તેવી શક્યતા છે. અન્યોને 543 લોકસભા બેઠકોમાંથી 140 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અન્ય પક્ષોમાં સમાજવાદી પાર્ટી, બીએસપી, એઆઈએડીએમકે, ટીએમસી, ટીઆરએસ, બીજેડી, વાઈએસઆર-કોંગ્રેસ, ડાબેરી મોરચો, પીડીપી, એઆઈયુડીએફ, આઈએનએલડીનો સમાવેશ થાય છે. તેની સાથે જ જેવીએમ-પી, તમિલનાડુની એએમએમકે અને અપક્ષ સાંસદો પણ સામેલ છે.

જ્યારે એનડીએમાં સત્તારુઢ ભાજપ, શિવસેના, અકાલીદળ, જેડીયુ, મિઝો નેશનલ ફ્રન્ટ, અપનાદળ, સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ, એલજેપી, મેઘાલયની એનપીપી, પુડ્ડુચેરીની પીએમસીએચ, પીએમકે અને નાગાલેન્ડની એનડીપીપી સામેલ છે. જ્યારે યુપીએમાં મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસ, આરજેડી, ડીએમકે, ટીડીપી, એનસીપી, જેડીએસ, આરએલડી, નેશનલ કોન્ફરન્સ, આરએસપી, જેએમએમ, આઈયુએમએલ, કેરળ-કોંગ્રેસ-મણિ અને આરએલએસપીનો સમાવેશ થાય છે.

વિધાનસભા ચૂંટણીઓ પહેલા નવેમ્બરમાં ઈન્ડિયા ટીવી અને સીએનએક્સ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં એનડીએનો 281 બેઠક સાથે બહુમતી મળતી દર્શાવવામાં આવી હતી. તો યુપીએને 124 અને અન્યને 138 બેઠકો મળતી દર્શાવવામાં આવી હતી. ત્યાર પછી તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં એનડીએને મળનારી બેઠકોની સંભાવનામાં 24 બેઠકોનો ઘટાડો થતો દર્શાવવામાં આવ્યો છે. તેની સાથે જ યુપીની બેઠકમાં તાજેતરના સર્વેમાં વધારો થતો દર્શાવવામાં આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x