ગુજરાત

ભવનાથ તીર્થક્ષેત્રમાં યોજાનાર મહા શિવરાત્રી મેળાને લઈને ભવનાથમાં તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

ભવનાથ તળેટીમાં યોજાનાર શિવરાત્રી મેળો આવતીકાલથી શરૂ થવાનો છે ત્યારે લાખો ભાવિકોમાં શિવરાત્રી ઉજવવા ભારે થનગનાટ છે, અને મેળાને લઈને ભવનાથ ક્ષેત્રમાં તૈયારીઓ થઇ ગઇ આજથી ગિરનાર દરવાજાથી લઈને ભવનાથ મંદિર સુધીમાં રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે.તા.૧૫થી તા.૧૮ સુધી ભવનાથ તીર્થક્ષેત્રમાં યોજાનાર મહા શિવરાત્રી મેળાને લઈને ભવનાથમાં તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ગિરનાર દરવાજાથી લઈને છેક ગીરી તળેટી સુધીના ધાર્મિક સ્થળો અને ગેઇટને રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યા છે.

ભવનાથ મંદિરને પણ રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે, રવેડીના રૂટ ઉપર બંને તરફ નાગા સાધુઓનું આગમન થઈ ચુક્યું છે, અને પોત-પોતાના સ્થાન પર ધુણા ધખાવી લેવામાં આવ્યા છે. દામોદર કુંડ પાસે મુચકુંદ ગુફા, જુના અખાડા, ભારતી આશ્રમ, ઇન્દ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ અને ઇન્દ્રેશ્વર ગેઇટને રોશનીથી શણગાર કરાયો છે.
એક તરફ ભવનાથમાં તૈયારી ચાલી રહી છે, તો બીજી તરફ ગઈકાલે રવિવારે પણ મેળા જેવો જ માહોલ જામ્યો હતો, જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે ચક્કરડી સહિતના બાળ ક્રીંડાગણમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, તેમજ ખાણી-પીણીના સ્ટોલ, રમકડા સહિતની ચીજ-વસ્તુઓ વેચવા વાળાઓ પણ આવી ગયા છે.
ભવનાથ મંદિર ખુબ જ પ્રખ્યાત હોવાથી દર વર્ષે અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. ત્યારે આગામી ૧૫ તારીખે ભવનાથ મહાદેવ મંદિર ખાતે ધ્વજારોહણ બાદ વિશાળ શંખ વિધિવત રીતે ભાવિક ભક્તોના દર્શનાર્થે મુકવામાં આવશે.
કાલે ૯ કલાકે ભવનાથ મંદિરે શુભમુર્હતમાં ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ શિવરાત્રી મેળાનો સંતો-મહંતોના હસ્તે પ્રારંભ કરવામાં આવશે, ત્યાર બાદ ખાસ મુંબઈમાં તૈયાર કરવામાં આવેલા શંખને મંદિરમાં ભાવિકોને દર્શનાર્થે મુકાશે.શિવરાત્રીના મેળામાં આ વર્ષે પ્રથમવાર વિશાળ શંખ મુકવામાં આવશે, સાડા ૮ ફૂટની લંબાઈ અને સાડા ૧૬ ફૂટની વ્યાસ ધરાવતા વિશાળ શંખને મુંબઈ ખાતે તૈયાર કરવામાં આવ્યો છે, ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ સંતો-મહંતો દ્વારા આ શંખનું શા†ોક્ત વિધિ સાથે પૂજનવિધિ કરવામાં આવશે અને બાદમાં આ શંખને ભાવિકોના દર્શન માટે ભવનાથ મંદિરે મુકવામાં આવશે.
૧૦ લાખથી વધુ ભાવિકો જ્યાં એક જ સ્થળે એકત્ર થવાના છે, તેવા ગીરી તળેટીમાં યોજાનાર શિવરાત્રી મેળામાં યાÂત્રકોનું સલામતી અને સુરક્ષા માટે પોલીસ વિભાગ સજ્જ બન્યું છે, રેંજ આઈ.જી.મયંકસિંહ ચાવડા, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની નીગ્રાનીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે.મેળામાં વિવિધ સ્થળે પોલીસની ૨૮ જેટલી રાવટી મુકવામાં આવી છે, જેમાં રાઉન્ડ ધ કલોક ૨૪ કલાક પોલીસ જવાનો ફરજ બજાવશે, વાયરલેસ સેટ, વોકીટોકી સહિતના સાધનો સાથે સજ્જ રાવટીઓ હશે.સાથે બંદોબસ્તમાં ૧૦૦ જેટલા પી.આઈ. અને પી.એસ.આઈ. કક્ષાના અધિકારીઓ, ૨૫૦૦ જેટલા હોમગાર્ડ અને જી.આર.ડી.જવાનો ફરજ પર રહેશે, તેમજ એસ.આર.પી.ની બે કંપની પણ બંદોબસ્તમાં મુકવામાં આવી છે. ખાસ કરીને ગત મેળાની માફક આ વર્ષે પણ મેળામાં ડ્રોન મારફત પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવશે, જેના માટે પોલીસના મુખ્ય કંટ્રોલ રૂમ દ્વારા સતત નજર રહેશે. એસટી, રેલ્વે સ્ટેશન સહિતના સ્થળે ચેકિંગ કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *