કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા ૬૯ મી ‘સર્વ નેતૃત્વ’ તાલીમ શિબિર યોજાઈ.
કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા તા. ૩ થી ૭ ફેબ્રઆરી,૨૦૨૩ દરમિયાન પાંચ દિવસીય ૬૯ મી ‘સર્વ નેતૃત્વ – નિવાસી તાલીમ શિબિર’ નું આયોજન સર્વ વિદ્યાલય કેમ્પસ, કડી ખાતે કરવામાં આવ્યું જેમાં સર્વ વિદ્યાલયની વિવિધ ૧૯ કોલેજોના ૭૪ વિદ્યાર્થીઓએ ખુબ રસપૂર્વક ભાગ લીધો હતો.
આ પાંચ દિવસીય તાલીમના માસ્ટર ટ્રેનર અમદાવાદના મેનેજમેન્ટ એસોસિએશનના બિહેવીયર ટ્રેનર કમ સ્પીકર શ્રી અનુરાગભાઈ મહેતા ઉપસ્થિત રહી વિવિધ પ્રવૃતીઓ દ્વારા વિદ્યાર્થીઓને નેતૃત્વની તાલીમ આપી હતી. ટીમ બિલ્ડીંગ ગેમ્સ, શોર્ટ ફિલ્મ્સ, ગૃપવર્ક અને સ્ટ્રક્ચરલ પ્રશ્નાવલી, મેડિટેશન ,પોતાના માં રહેલી શૂષુપ્ત શક્તિઓને જાણવાનો પ્રયાસ કરાયો હતો. તેમણે તાલીમાર્થીઓને આત્મનિરીક્ષણ કરી સ્વમુલ્યાંકન દ્વારા પોતાની જાતને ઓળખી તેનો યોગ્ય ઉપયોગ સમાજ ઉત્થાન અને રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયા માટે કરતા શીખવ્યું. આ સાથે કેટલાંક સામાજિક પ્રશ્નોથી વાકેફ કરી તેના નિરાકરણ માટેનું માર્ગદર્શન આપ્યું. જીવનમાં હંમેશા પોતાના હદયના અવાજને સાંભળીને ખુબ પુરુષાર્થ દ્વારા આગળ વધવાની શીખ આપી. તાલીમ શિબિર દરમ્યાન ગેસ્ટ સ્પીકર તરીકે રોડ સેફ્ટી ના અમિતભાઈ ખત્રી તેઓએ રમુજી સ્ટાઇલ માં રોડ સેફ્ટી પર વિદ્યાર્થીઓ ને પ્રેર્યા હતા.અને મિસ વર્લ્ડ યોગિની પૂજાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા, તેઓએ મિસ વર્લ્ડ બનવા પાછળ એમના સંઘર્ષ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કાર્ય. આ પાંચ દિવસ દરમ્યાન દરરોજ સવારે ડો. કપિલ ત્રિવેદી દ્વારા શરીર અને મનને સ્વસ્થ રાખવા જીવનમાં યોગ, ધ્યાન અને કસરતનો અભ્યાસ કરાવવામાં આવતો અને તેનું દૈનિક જીવનમાં રહેલું મહત્વ સમજાવ્યું હતું. પૂર્વ તાલીમાર્થીઓ દ્વારા ઉત્તરાયણ દરમિયાન કરવામાં આવેલ સેફ સ્કાય પ્રોજેક્ટની માહિતીથી યુવાનોને જણાવવામાં આવી હતી. તાલીમના છેલ્લા દિવસે વિદ્યાર્થીઓને કડી ખાતે આવેલ ગુજરાત ગૌ શાળા ની મુલાકાતે લઇ જવાયા હતા.
સમગ્ર કાર્યક્રમ કડી સર્વ વિશ્વવિદ્યાલય ના પ્રેસિડેન્ટશ્રી વલ્લભભાઈ પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ જેમાં સફળ સંચાલન અને સંકલન સર્વ નેતૃત્વ કાર્યક્રમના કો-ઓર્ડીનેટર પ્રો. ડો. ધર્મેન્દ્ર પટેલ ,પ્રોફ. સુરજ મુંજાણી અને રાહુલ સુખડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં પૂર્વ તાલીમાર્થી વિજય, ભાર્ગવ, દેવાંશ અને ઝીલ જેઓએ ભારે જહેમત ઉઠાવી હતી.