ગુજરાત

અરવલ્લી જિલ્લાના ટીંટોઈ ગામે સુજ્લામ સુફ્લામ જળ અભિયાન-૨૦૨૩નો શુભારંભ

સમગ્ર રાજય સાથે આજરોજ અરવલ્લી જિલ્લામાં ટીંટોઈ ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાનનો માન. કલેકટર શ્રીના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ટીંટોઈના મેરાજીયા તળાવના ખાણેત્રા કામનો પ્રારંભ કરાવતા કલેકટર શ્રીએ સમગ્ર અરવલ્લીવાસીઓને સરકારની આ યોજના હેઠળ થનારા જળસંચય અને જળબચાવના કામોમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

૩.૫૦ એમ.સી.એફ.ટી., સંગ્રહશક્તિ ધરાવતા મેરાજીયા તળાવ ખાતે તળાવ ઉંડુ કરવાના કામનુ ખાતમુહુર્ત કરી જળ અભિયાનનો શુભારંભ કરેલ છે. મેરાજીયા તળાવ ઉંડુ થવાથી તળાવની સંગ્રહશક્તિ ૪.૫૦ એમ.સી.એફ.ટી. થશે. જેનાથી આશરે ૧૦૦.૦૦ હેક્ટર વિસ્તારમાં પરોક્ષ સિંચાઈનો લાભ મળી રહેશે. સરકારના આ અભિયાનનો મુખ્ય હેતુ જળસંગ્રહ વધારવા સાથે પાણીના સ્ત્રોતની જાળવણી કરવી, સાફ-સફાઇ કરવી સાથે જળસ્ત્રોતનું સમારકામ કરવું વગેરે છે. જો પાણીનો સંચય થશે તો છેવાડાના ગામથી લઇને દરેક ગામને સ્થાનિકે પીવા, સિંચાઇ કે પશુ જાળવણી માટે પાણીનો પુરવઠો મળી રહેશે તથા પાણીના તળ ઊંચા આવશે. ત્યારે ૩૧મે સુધી ચાલનારા આ અભિયાનમાં લોકભાગીદારી તથા સો ટકા સરકાર હસ્તકના ૧૪૦૦ થી વધુ કામો કરવાનું આયોજન હોવાથી લોકો આ કામોને પોતાનું કામ સમજીને પુરતો સહયોગ આપે તો તેના પરિણામો અરવલ્લી માટે વરદાનરૂપ બની રહેશે.

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીનાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ અંદાજે ૨૧.૨૮ કરોડથી વધુના ખર્ચે અરવલ્લીમાં ૧૪૦૦થી વધુ કામ કરવાનું આયોજન છે. આ આયોજન થકી અંદાજે ૮૦૦ લાખ ઘનફુટથી વધુ પાણીનો સંગ્રહ થવાનો છે. ભિલોડા ધારાસભ્ય શ્રી પી.સી. બરંડાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે સરકારના આ ઉમદા કાર્યક્રમમાં જનભાગીદારીમાં વધુમાં વધુ લોકો જોડાય તો આ યોજનાનો હેતુ સાર્થક થશે અને ચોમાસાના વધુમાં વધુ પાણીનો અરવલ્લી જિલ્લામાં સંગ્રહ કરી શકાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *