ગુજરાત

એસ ટીની ઓનલાઇન બુકિંગની કામગીરી બંધ રાખવામાં આવશે

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોને ધ્યાનમાં રાખીને લાંબા અને ટુંકા અંતરની બસો દોડાવવામાં આવે છે. ઉપરાંત એસ ટી નિગમ દ્વારા રોડ ઉપર દોડતી બસોથી લઇને મુસાફરોને ટીકિટ લેવામાં સહિતની કામગીરીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમામ પ્રકારની કામગીરીને ઓનલાઇન કરવામાં આવી છે. જોકે વર્તમાન સમયમાં ટેકનોલોજીમાં સમયાંતરે અપડેટ કરવી પડે છે. ત્યારે મુસાફરો માટે વધારે સારી સુવિધા મળે તે માટે એસ ટી નિગમ દ્વારા ઓનલાઇન ટીકિટ બુકિંગની કામગીરી અપડેટ કરવામાં આવી રહી છે.એસ ટી નિગમ દ્વારા મુસાફરોને ધ્યાનમાં રાખીને ટીકિટનું બુકિંગ ઓનલાઇન કરવામાં આવ્યું છે. જોકે સોફ્ટવેરની ગતિ વધાવરા તેમજ નવી નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે ગત તારીખ 21મી, ફેબ્રુઆરીની મધ્યરાત્રી 23 કલાકથી તારીખ 22મી, ફેબ્રુઆરીના 7-00 કલાક સુધી ઓનલાઇન બુકિંગની કામગીરી બંધ રહેશે.

જેમાં ઓનલાઇન ટીકિટ બુકિંગની કામગીરી ઓપીઆરએસ સિસ્ટમનું ડેટા સેન્ટર હતું. જેને હવેથી ક્લાઉડ એન્વાયરમેન્ટ ઉપર શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેને પરિમાણ આગામી તારીખ 21મી, ફેબ્રુઆરીના રોજ મધ્યરાત્રી 23 કલાકથી તારીખ 22મી, ફેબ્રુઆરીના 7 કલાક સુધી ઓનલાઇન બુકિંગની કામગીરી બંધ રાખવામાં આવશે.
જોકે ઓનલાઇન કામગીરી એસ ટી નિગમની વેબસાઇટ, જીએસઆરટીસી મોબાઇલ એપ્લીકેશન, કાઉન્ટર બુકિંગ તેમજ તમામ ફ્રેન્ચાઇઝીમાં ઓનલાઇન ટીકિટનું બુકિંગ બંધ રાખવામાં આવશે તેવો આદેશ એસ ટી નિગમે કર્યો છે. આથી ઓનલાઇન ટીકિટનું બુકિંગ એડવાન્સમાં કરાવી લેવા મુસાફરોને જણાવવામાં આવે છે તેવો આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x