ગુજરાત

૪૨ આંજણા પાટીદારનુ મહિલા સંમેલન કાર્યક્રમ કાનપુર સમાજવાડી યોજાયો

૪૨ આંજણા પાટીદાર સમાજના રેવાસ કડવા પાટીદાર સમાજવાડી ખાતે પ્રથમ સમુહલગ્નો ઉત્સવ યોજાયો હતો પ્રથમ સમહૂ લગ્નો ઉત્સવમા ૧.૨૦ કરોડજેટલુંસમાજ માંથી દાતાઓ આપેલ વસ્તુઓ સાથે આવક થઈ હતી જેમા ૭૩ લાખ જેટલો સમુહલગ્નમા ખર્ચ થયો હતો અને ૪૭ લાખની બચત થઈ હતી સમહૂલગ્નમા ૩૬ જેટલા નવ યુગલોઓએ પ્રભુતામા પગલાં પાડીને આંજણા ચૌધરી સમાજ બદલાવનો શરૂઆત કરી હતી સામાજીક સહાસિક બદલાવ માટે ઇડર તાલુકાના કાનપુર ગામની સમાજવાડીમા આંજણા પાટીદાર સમાજ સામાજીક સાહસિક બદલાવ મહિલા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો જેમા સમૂહલગ્ન કોર કમિટી,આંજણા હિતવર્ધક મંડળ ઇડરના આગેવાનો તેમજ સમાજ ના આગેવાનો સહીત ૪૨ ગામના ૨૪૦ અલગ અલગ કુટુંબોની માતૃ શક્તિ ઉપસ્થિત રહી હતી છેલ્લા કેટલાક વર્ષોથી સમાજમા રિવાજો જેમા બાળકના જન્મથી લઈ ને મરણ સુધીમા રિવાજો વધતા ગયા છે જે રિવાજોના લીધે ખર્ચમા પણ વધારો થાય છે જેથી તેવા રિવાજો કુટુંબ, સમાજ અને ગામ સુધી વધારો ન કરીને માત્ર અડીને આવતા ઘર પૂરતો રાખવો જોઈએ જેથી ખર્ચમા ઘટાડો થાય તેમજ સમયનો પણ બચત કરી શકાય તે મુદે આંજણા ચૌધરી સમાજની માતૃશક્તિએ રિવાજોમા બંધ કરવા જેવા રિવાજો બંધ કરવા તેમજ કેટલાક રિવાજોની રસમો ઘટાડો કરવા મનોમંથન કરવામા આવ્યુ હતુ

ડો.અમિત દેસાઈએ જણાવ્યુ હતુ કે સામાજિક સાહસિક સાત્વિક રીતે બદલાવ થવો જોઈએ સમાજના વધારાના રિવજો ચાલુ છે જે પહેલા મરજિયાત રીતે પછી રિવાજોમા સુધારો કરી બંધ કરવા જેવા રિવાજો ફરજીયાત બંધ કરવા જોઈએ જેથી સમાજ આર્થિક રીતે મજૂબત બનશે સમાજ ની દીકરીઓ ભાગીને બીજા સમાજ લગ્ન કરી લે છે આંજણા ચૌધરી સમાજે ગંભીર નોંધ લીધી હતી અને ૧૫ થી ૨૫ વર્ષના દીકરા દિકરી માટે એક સેમિનારનુ આયોજન કરવા જઈ રહ્યો છે આમ સમાજના આર્થિક વિકાસ, સામાજીક વિકાસ, સમાજના રિવાજો, મહિલા સમલેનના તમામ મુદ્દાને ધ્યાને લઈને ચૌધરી સમાજમા સંમેલનના કાર્યક્રમ કરી સમાજને આગળ ધપાવશે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x