ગુજરાત

ઈડર શહેરમા હાથ સે હાથ જોડી કોંગ્રેસની પદયાત્રા નીકળી

ઈડર તાલુકા અને શહેરના ૧૪ જેટલાં વિવિધ મુદ્દે કૉંગ્રેસ દ્રારા નીકળેલી પદયાત્રા માં પત્રિકા વિતરણ કરવામા આવી હતી. જેમા પદયાત્રા સત્યમ ચોકડી થી તિરંગા સર્કલ,પહોચી તિરંગા સર્કલ નજીક આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી ટાવર ચોક, નગરપાલિકા, નાંયકનગર થઈ શહેરનાં વિવિધ વિસ્તારોમાં યાત્રાએ પરિભમણ કરી કૉંગ્રેસ કાર્યાલય ફરત ફરી હતી જેમા ઈડર વડાલી વિસ્તાર માં સિંચાઇ નાં પ્રશ્ન, નર્મદાનું પાણી ધરોઈમા લાવી ગામડાઓ મા પાણી પહોંચાડવુ ઈડર શહેરમા બાયપાસ બનાવી ટ્રાફીક સમસ્યા હલ કરવા,નગરપાલીકા દ્રારા કરાયેલ રાણી તળાવ બ્યુટી ફિકેસનમા ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ કરાયા હતા એતિહસિક ઈડર ગઢ પર ચાલતાં ખનન મુદ્દે પત્રિકામા ઉલ્લેખ કરવામા આવ્યો હતો તેમજ ઈડરના પ્રખ્યાત બારેલા તળાવ પર અતિક્રમણ કરી તેણે નામશેષ કરવાના પ્રયત્નો થતાં હોવાના આક્ષેપ કર્યાં હતા જેમા ડી.જે સાથે નીકળેલી યાત્રામા કોંગ્રેસના રામભાઇ સોલંકી,કોંગ્રેસ પ્રમુખ જીતુભાઈ પંચાલ, છગનજી વણજારા, એકતાબેન પટેલ, સહિતના કૉંગ્રેસ કાર્યકર હાથ સે હાથ જોડો પદયાત્રામા જોડાયા હતા

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x