ahemdabad

અમદાવાદમાં ટ્રાફિકના 600 પોલીસ અધિકારી-કર્મચારીઓનુ બોડી ચેકઅપ કરાશે

અમદાવાદમાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓનો ફિટનેસ માટે રિપોર્ટ કરાવવામાં આવ્યો છે. ખાનગી હોસ્પિટલના સહયોગથી ટ્રાફિક પોલીસના જવાનોનો ફૂલ બોડી ચેકઅપ રિપોર્ટ કરાવવામાં આવ્યો છે. આજથી 4 દિવસ સુધી આ કેમ્પ ચાલશે જેમાં 600થી વધુ ટ્રાફિક પોલીસના જવાનોનો રિપોર્ટ કરવામાં આવશે.આ અંગે ટ્રાફિક પૂર્વના DCP સફિન હસને જણાવ્યું હતું કે પોલીસ જવાન 8 કલાક ઉભા રહીને ફરજ બજાવે છે. પોલીસકર્મીઓ માટે એક ખાનગી હોસ્પિટલે રિપોર્ટ કઢાવવા પહેલ કરી હતી. જેમાં પોલીસકર્મીઓ કેટલા ફિટ છે તે પણ જાણી શકાશે. કોઈ પોલીસકર્મીને તકલીફ હશે તો તેનોઅમે સાથે મળીને ઈલાજ કરાવીશું.અમદાવાદ શહેરમાં જાહેર રોડ ઉપર ઉભા રહીને લોકોને ટ્રાફિકના નિયમોનુ પાલન કરાવનાર પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ અનેક રોગના ભોગ બને છે. તેઓ સતત માનસિક તણાવ, ડાયાબિટીશ, બ્લડ પ્રેશર જેવા અનેક રોગોના ભોગ બને છે. જેના કારણે ટ્રાફિક વિભાગના પુર્વ વિસ્તારના ડીસીપી સફિન હસને તમામ પોલીસ કર્મચારીઓનુ ફુલ બોડી ચેકઅપ કરીને જે પણ બિમારી હોય તેનો ઇલાજ કરાવવા માટેનો માનવતાવાદી અભિગમ અપનાવ્યો છે.

અમદાવાદ પૂર્વ ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા DCP, ACP, PI, PSI સહિત 600 પોલીસકર્મીઓનો ફૂલ બોડી રિપોર્ટ કાઢવવામાં આવશે. બાપુનગરની ખાનગી હોસ્પિટલ દ્વારા પોલીસના વિના મૂલ્યે અલગ અલગ રિપોર્ટ કરવાના શરૂ કરવામાં આવ્યા છે. આજે 300 થી વધુ પોલીસકર્મીઓના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. બ્લડ કાઉન્ટ,યુરિન,લીવર,કોલસ્ટ્રોલ,હાર્ટ અને ઓબેસિટી ચકાસવા માટેના પોલીસના રિપોર્ટ કરવામાં આવ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x