હોળી ના પાવન પર્વ નિમિત્તે સરગાસણ ખાતે ચિત્ર સ્પર્ધાનું ભવ્ય આયોજન
હોળીના પાવન પર્વ નિમિત્તે ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન – મિલાપ ટાટારિઆ દ્વારા અને યુરોકિડ્સ પ્રી સ્કૂલ-સરગાસણ નાં સહયોગથી સરગાસણ ખાતે આગામી તા. ૫મી માર્ચ, રવિવારના દિવસે બપોરે ૩:૩૦ કલાકે ચિત્ર સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તો સ્પર્ધકોએ ” રંગીન કૃતિ ” વિષય પર પોતાની કૃતિ તૈયાર કરવાની રહેશે. સ્પર્ધામાં ૪ થી ૧૬ વર્ષ સુધીના બાળકો ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાં ફોર્મ ભરીને રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર વિજેતાઓને ઈનામ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવશે તથા ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટથી પ્રોત્સાહિત કરવામાં આવશે સાથે બાળકો માટે સરપ્રાઈઝ ગિફ્ટ અને બમ્પર ઇનામ પણ રાખવામાં આવેલ છે તો આ ઇવેન્ટમાં જોડાવા ઇચ્છુક બાળકોએ પોતાના નામ +૯૧-૮૧૬૦૦૬૫૬૨૭ પર તથા પ્લોટ નં. ૧૬૧, સહકાર કોલોની, સેક્ટર-૨૫ સરનામે ફોર્મ ભરીને રજિસ્ટ્રેશન કરાવી લેવું તેમ સંસ્થા દ્વારા જણાવવામાં આવેલ છે.