ગાંધીનગરગુજરાત

આરોગ્ય વિભાગની ગાંધીનગર ખાતેની વિભાગીય નાયબ નિયામકશ્રીની કચેરી ખાતે એન.સી.ડી. મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

વિભાગીય નાયબ નિયામકશ્રી(આરોગ્ય)ની કચેરી, ગાંધીનગર દ્વારા NCD મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ કચેરી ખાતે ફરજ બજાવતા તેમજ અન્ય વિભાગના કર્મચારીઓ સાથે કુલ ૧૩૩ લોકોએ આ કેમ્પનો લાભ લીધો. આ કેમ્પમાં કુલ ૧૧૦ લાભાર્થીઓનું હેલ્થ કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા.

હાલના સમયમાં બિન-ચેપી રોગો એટલે કે નોન કમ્યુનીકેબલ ડીસીઝ (NCD) ના વધારા સાથે ભારત ઝડપી આરોગ્ય સંક્રમણનો અનુભવ કરી રહ્યું છે. આજે દેશમાં કુલ મૃત્યુના અંદાજિત ૬૩% મૃત્યુના કારણોમાં મુખ્ય એનસીડીના રોગો છે, જેમાં બિન-ચેપી રોગો જેવા કે કાર્ડિયોવાસ્ક્યુલર રોગો, કેન્સર, ક્રોનિક રેસ્પિરેટરી ડિસીઝ, ડાયાબિટીસ અને અન્ય એનસીડી રોગોનો સમાવેશ થાય છે. આવા મુખ્ય એનસીડીના રોગોને રોકવા તેમજ નિયંત્રણ કરવા માટે ભારત સરકારે સમગ્ર દેશમાં તમામ રાજ્યોમાં કેન્સર, ડાયાબિટીસ, કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ અને સ્ટ્રોકના નિવારણ અને નિયંત્રણ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ અમલમાં મૂક્યો છે, જેમાં માળખાકીય સુવિધાઓને મજબૂત કરવા, માનવ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સંસાધન, આરોગ્ય પ્રમોશન પર ભાર, વસ્તી આધારિત સ્ક્રીનીંગ (30 વર્ષ અને તેથી વધુ વય) પ્રારંભિક નિદાન, સંચાલન અને રેફરલ. NPCDCS (National Programme for Prevention and Control of Cancer, Diabetes, Cardiovascular diseases and Stroke) હેઠળ જિલ્લા કક્ષાએથી નીચેના સ્તર સુધી વસ્તી આધારિત પ્રારંભિક નિદાન અને સારવાર માટે નેશનલ હેલ્થ મિશન હેઠળ રાજ્યોને નાણાકીય સહાય આપવામાં આવે છે.
ભારત સરકાર દ્વારા સામાન્ય નાગરિકના આરોગ્યની સુખાકારી માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મુકેલ છે. આ પ્રોગ્રામ હેઠળ દેશના તમામ નાગરિકના મેડિકલ રેકર્ડની ડિજિટલ સ્વરૂપે સાચવણી તેમજ રેકોર્ડ કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા આયુષમાન ભારત ડિજિટલ મિશન અન્વયે તમામ નાગરિકોનું ABHA કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે, જેના માટે https://healthid.ndhm.gov.in/ અથવા Co-WIN એપ્લિકેશન દ્વારા પણ કોઈપણ નાગરિક તેના આધાર કાર્ડ સાથે રજીસ્ટર મોબાઈલ નંબરથી તેનું ABHA કાર્ડ બનાવી શકે છે. આ હેલ્થ કાર્ડનો મુખ્ય ઉદેશ દરેક નાગરિકના હેલ્થ રેકર્ડને ડિજિટલ રૂપે જાળવવા અને જરૂર પડે કોઈપણ જગ્યાએથી આરોગ્યની સેવા લઈ શકે તેવું એક રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય ઇકોસિસ્ટમ ઊભું કરવાનો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x