ગુજરાત

૨૩ ફેબ્રુઆરીથી શરૂ થશે વિધાનસભા સત્ર, પહેલી વાર સત્રના પ્રથમ દિવસે જ રજૂ કરાશે સરકારી વિધેયક

આગામી ૨૩ ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થશે.જેમાં રાજ્યપાલના સંબોધન બાદ વિધાન સભામાં પેપર લીક બિલ રજૂ થશે. મહત્વનું છે કે ગુજરાત વિધાનસભામાં પહેલી વાર સત્રના પ્રથમ દિવસે જ સરકારી વિધેયક રજૂ કરાશે. પેપરલીક બાદ સરકાર પર માછલા ધોવાયા હતા. સરકારે ગત સપ્તાહ તમામ સ્ન્છ ને બિલ અભ્યાસ માટે આપ્યુ હતુ.

ગત મહિનામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયુ હતુ.જે બાદ સમગ્ર રાજ્યમાં હોબાળો મચી ગયો હતો.આ પરીક્ષામાં ૯ લાખથી પણ વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા, હૈદરાબાદથી પેપર લીક થયું હતુ અને બાદમાં પોલીસે કાર્યવાહી હાથ ધરીને કેટલાંક આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જા કે પેપરલી કાંડ બાદ હવે રાજ્ય સરકાર હરકતમાં આવી છે.
વિધાનસભાના બજેટ સત્રમાં આ મામલે બિલ રજૂ કરવામાં આવશે.બજેટ સત્રમાં જાહેર પરીક્ષાના પેપર ફોડવા સાથે સંકળાયેલા કોઈ પણ વ્યÂક્તને એક કરોડનો દંડ અને પાંચથી દસ વર્ષ સુધીની સજાની જાગવાઈ કરવા સાથેનું બિલ રજૂ કરવામાં આવશે. જા પેપર લીકમાં વિદ્યાર્થી સામેલ હોય તો ભરતી પ્રક્રિયામાં પ્રતિબંધ અને આરોપીઓની મિલકત જપ્ત કરવાની જાગવાઈઓ પણ કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x