દહેગામના વેપારીએ કારમાં રાખેલા 1.58 લાખ રૂપિયાની ચોરી કરી અજાણ્યો શખ્સ ફરાર
દહેગામ માર્કેટયાર્ડમાં કરિયાણાની દુકાન ધરાવતા પિનાકીન પટેલ નિત્યક્રમ મુજબ આજે સવારે પોતાના ઘરેથી કાર લઈને નીકળ્યા હતા. ત્યારે તેમણે પોતાની કાર બાલમુકુંદ કોમ્પલેક્ષ પાસે ઉભી રાખી ક્રિષ્ના પાર્લર ઉપર ઊભા રહ્યા હતા. જ્યાંથી વસ્તુ લઈને કારનું લોક ખોલી પરત કાર પાસે જઈ રહ્યા હતા. એ વખતે તેમના ઓળખીતા વિશાલભાઈ શર્માએ બૂમ પાડી હતી.દહેગામ માર્કેટ યાર્ડમાં કરિયાણાની દુકાન ધરાવતાં વેપારીની કારમાંથી ગણતરીની મિનિટોમાં રૂ. 1.58 લાખની રોકડ તેમજ જરૂરી દસ્તાવેજો સહિતનું પર્સ તસ્કરો ચોરીને ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આથી પિનાકીનભાઈ તેઓને મળવા ગયા હતા. આ સમય દરમિયાન તેઓ કારને લોક કરવાનું ભૂલી ગયા હતા. બાદમાં પિનાકીનભાઈ વિશાલભાઈ જોડે વાતચીત કર્યા બાદ પરત આવી કારમાં જોતાં પાકિટની ચોરી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. પાકિટની અંદર 1.58 લાખ રોકડા તેમજ ચેકબુક, કેટલાક સહીઓ કરેલા ચેક અને ગાડીની આરસી બુક હતી. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.