ગાંધીનગરમાં વિધાર્થીઓ માટે વિદેશમાં ભણો, કમાઓ અને PR મેળવવા મળશે સચોટ માર્ગદર્શન
અમદાવાદમાં ભવ્ય સફળતા બાદ ગાંધીનગરના વિદ્યાર્થીઓ જે ફોરેનમાં ભણવા, કમાવા અને સ્થાયી થવા માંગતા હોય તેમના માટે એક ઉત્તક તક, વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ, IELTS કોચિંગ, મેડિકલ, પેરામેડિકલ, મેનેજમેન્ટ, ડિઝાઈન, હૉસ્પિટાલિટી, ડેટા સાયન્સ, સાયબર સિક્યુરિટી, ITથી લઈને Ph.D. સુધી ફોરેન એજ્યુકેશનના વિવિધ કોર્સીસની સંપૂર્ણ માહિતીને લગતા વાલીઓ અને વિદ્યાર્થીઓને મૂંઝવતા તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપશે. દિવ્ય ભાસ્કર સ્ટડી એબ્રોડ & કાઉન્સિલિંગ તા. 25 અને 26 ફેબ્રુઆરીએ ઈન્ફોસિટી ક્લબ એન્ડ રિસોર્ટ, ઈન્ફોસિટી, ઈન્દ્રોડા સર્કલ પાસે, ગાંધીનગર ખાતે સવારે 10થી સાંજે 7 કલાકે યોજાઈ રહ્યું છે. અહીં પ્રવેશ તદ્દન નિઃશુલ્ક છે. આ દિવ્ય ભાસ્કર સ્ટડી એબ્રોડ & કરિયર કાઉન્સિલિંગમાં ફોક્સ એજ્યુકેશન, માય ગ્લોબલ યુનિવર્સિટી, એસપીએસ કેનેડા, સ્ટ્રોમ ઓવરસીસ એજ્યુકેશન, વિહાન ઓવરસીસ પ્રા.લિ. અને પર્લ એજ્યુકેશન જેવી નામાંક્તિ ગુજરાતની સંસ્થાઓ ભાગ લઈ રહી છે. આ અંગેની વધુ માહિતી મેળવવા માટે 9879610509 નંબર ઉપર સંપર્ક કરી શકો છો.