મનોરંજન

ઘરે સમય પસાર કરી રહેલી આલિયા ભટ્ટ ની કોઈકે ખેંચી તસવીર,પ્રાઈવસી લીક થતાં જ અભિનેત્રી ભડકી ગઈ!

બોલિવૂડ સેલેબ્સ જ્યાં પણ જાય છે, પાપારાઝી તેને ફોલો કરે છે. એરપોર્ટ સુધી અને ઘરની બહાર તો ઠીક હતું, પરંતુ તાજેતરમાં આલિયા ભટ્ટ સાથે જે બન્યું તે જાઈને અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો દર્શાવ્યો છે. આલિયા ભટ્ટે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરીને એક પોસ્ટ લખી છે જેમાં તેણે મુંબઈ પોલીસને પણ ટેગ કર્યું છે. તસવીરમાં આલિયા ભટ્ટ તેના ઘરે ફોન પર કોઈની સાથે વાત કરતી જાવા મળે છે. આ તસવીર આલિયા ભટ્ટની પરવાનગી વગર લેવામાં આવી છે, જે સામે આવ્યા બાદ આલિયાએ ગુસ્સો વ્યક્ત કર્યો છે.

આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું, ‘બપોરના સમયે હું મારા લિવિંગ રૂમમાં બેઠી હતી, ત્યારે મને લાગ્યું કે કોઈ મને જાઈ રહ્યું છે.. મેં ઉપર જાયું કે તરત જ મારા ઘરની પડોશમાં આવેલી બિલ્ડીંગ પર કેમેરા સાથે દેખાયા. શું દુનિયામાં આવું બની શકે? શું આ કોઈની ગોપનીયતાનું ઉલ્લંઘન નથી? આજે તમામ હદો વટાવી દેવામાં આવી છે. આલિયા ભટ્ટે આ પોસ્ટ સાથે મુંબઈ પોલીસને ટેગ કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ અભિનેત્રીએ પરવાનગી વગર સોશિયલ મીડિયા પર અંગત ફોટા Âક્લક કરવા પર નારાજગી વ્યક્ત કરી હોય. આ પહેલા અનુષ્કા શર્માએ પણ આવી પોસ્ટ શેર કરી હતી.
આલિયા ભટ્ટની કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે તાજેતરમાં ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં તેના શાનદાર અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રી નો એવોર્ડ જીત્યો હતો. તે જ સમયે, રણબીર કપૂરને ફિલ્મ ‘બ્રહ્મા†’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. એવોર્ડ લેવા માટે આલિયા ભટ્ટ સફેદ સાડી પહેરીને સિમ્પલ લુકમાં પહોંચી હતી. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે જેમાં તે પીઢ અભિનેત્રી રેખા સાથે જાવા મળી રહી છે. આલિયા ભટ્ટના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે આગામી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ સાથે જાવા મળશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x