ભાજપ સરકારમાં ખેડૂતો પાયમાલ થઈ ગયા: કોંગ્રેસ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે મળી હતી. આ બેઠકમાં મોટાભાગના ધારાસભ્યો હાજર રહ્યા હતા. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની હાજરીમાં મળેલી બેઠકમાં વિધાનસભાના બજેટ સત્રમાં પ્રજાના મુદ્દાઓને ઉઠાવવાનું નક્કી થયું હતું તેમ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં ખેડૂતો પાયમાલ થઇ ગયા છે. ખેડૂતો પર દેવું વધી ગયું છે.
આમ,બન્ને બાજુંથી ખેડૂતોને સહન કરવું પડે છે તેવી સ્થિતિ સર્જાઇ હોવાથી ગુજરાત ભાજપના શાસનમાં ખેડૂત દેવાદાર થઇ ગયો છે.બેઠક બાદ ચાવડાએ જણાવ્યું હતું કે અમે 17 ધારાસભ્યો હોવાછતા નીડરતાથી પ્રજાના પ્રશ્નોનો અવાજ બનીશું. કોંગ્રેસના ધારાસભ્યોની મળેલી બેઠકમાં પ્રદેશ પ્રમુખની હાજરીમા વિધાનસભામાં જે પ્રશ્નો રજૂ કરવાના છે તેની ચર્ચા થઇ હતી. જેમાં રાજય સરકાર દ્વારા જે વિવિધ બિલ લાવવામાં આવનાર છે તેના પર કોણ કયા ક્રમે બોલશે તે નક્કી થયું હતું, ઉપરાંત બેરોજગારી, પ્રશ્નપત્રકાંડ, ખેડૂતોના પ્રશ્નો ઉઠાવીશું.બીજી બાજુ ખેડૂતોને તેની જણસના યોગ્ય ભાવ મળતા નથી. ખેડૂતો પાકની વાવણી માટે તેના બીજ લેવા જાય છે ત્યારે ભાવ વધી જાય છે.