મનોરંજન

હિટ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તારક મહેતાનું પાત્ર ભજવનાર સચિન શ્રોફ તેની બહેનની મિત્ર સાથે લગ્ન કરી રહ્યો છે.

હિટ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તારક મહેતાનું પાત્ર ભજવનાર સચિન શ્રોફ તેની બહેનની મિત્ર સાથે લગ્ન કરી રહ્યો છે. આ એરેન્જ્ડ મેરેજ છે. અભિનેતાએ પહેલેથી જ છૂટાછેડા લઈ લીધા છે. આ પહેલા તેણે ટીવી એક્ટ્રેસ જુહી પરમાર સાથે લગ્ન કર્યા હતા . સચિન શ્રોફ પોતાની પ્રોફેશનલ લાઈફમાં સારો તબક્કો જાઈ રહ્યો છે અને હવે તે પોતાના અંગત જીવનમાં પણ નવી શરૂઆત કરવા માટે તૈયાર છે.

સચિન જેની સાથે લગ્ન કરવાનો છે તેની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. જા કે આ એરેન્જ્ડ મેરેજ છે. લગ્નમાં સામેલ એક મહેમાનએ જણાવ્યું કે સચિનના લગ્નને ખૂબ જ ગુપ્ત રાખવામાં આવ્યા છે. મહેમાને કહ્યું- દુલ્હનનો પરિવાર થોડો અંધશ્રદ્ધાળુ છે અને ઈચ્છે છે કે લગ્નને લાઈમલાઈટથી દૂર રાખવામાં આવે. જા સૂત્રોનું માનીએ તો, કન્યા ઇન્ડસ્ટ્રીમાંથી નથી. તે પાર્ટ ટાઈમ ઈવેન્ટ ઓર્ગેનાઈઝર અને ઈન્ટીરીયર ડીઝાઈનર છે. તે ઘણા વર્ષોથી સચિનની બહેનની મિત્ર પણ છે. ગયા મહિને સચિનના પરિવારે સૂચન કર્યું હતું કે તેણે ફરીથી સ્થાયી થવા વિશે વિચારવું જાઈએ. જે બાદ આખરે તેણે આ નિર્ણય લીધો છે. જા કે હજુ સુધી તેણે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
અભિનેતા સચિને પહેલા લગ્ન ટીવીની પ્રખ્યાત અભિનેત્રી જુહી પરમાર સાથે કર્યા હતા. વર્ષ ૨૦૧૩માં, દંપતીને એક પુત્રીનો જન્મ થયો હતો. આ દરમિયાન ઘણી વખત બંને વચ્ચે અણબનાવના સમાચાર સામે આવ્યા હતા. જાકે, તે સમયે દંપતી આ અહેવાલોને નકારી રહ્યું હતું. પરંતુ, લગ્નના ૯ વર્ષ બાદ જુહી-સચિને વર્ષ ૨૦૧૮માં એકબીજાથી છૂટાછેડા લીધા હતા. હવે દંપતીને દસ વર્ષની પુત્રી છે, જેની કસ્ટડી જૂહી પાસે છે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x