મનોરંજન

‘સંજુ’ પછી હવે રણબીર કપૂર બનશે ‘દાદા’! હાથમાં બેટ લઈ ભજવશે સૌરવ ગાંગુલીનું પાત્ર

ઈÂન્ડયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના જીવનને પણ સિલ્વર સ્ક્રીન પર લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એમએસ ધોની અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજ ખેલાડીઓ બાદ બોલીવૂડ દ્વારા હવે સૌરવ ગાંગુલીના જીવન પર બાયોપિક બનાવવામાં આવશે. લવ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મની Âસ્ક્રપ્ટને સૌરવ ગાંગુલીએ મંજૂરી આપી દીધી છે. સ્ક્રીપ્ટ મંજુર થયા બાદ હવે સૌના મગજમાં એક જ સવાલ ફરી રહ્યો છે કે સ્ક્રીન પર ‘દાદા’નો રોલ બોલીવૂડનો કયો એક્ટર પ્લે કરશે.

સૌરવ ગાંગુલીના જીવન પર આધારિત આ ફિલ્મની શૂટિંગ કોલકાતામાં થશે. આ ફિલ્મમાં સૌરવ ગાંગુલીના પાત્ર માટે જાણીતા અભિનેતા રણબીર કપૂરનું નામ સામે આવી રહ્યું છે. સૌરવ ગાંગુલીના નજીકના સૂત્રના જણાવ્યા મુજબ, ‘બાયોપિક માટે રણબીર કપૂરના નામની પસંદગી કરવામાં આવી છે અને તે સૌરવ ગાંગુલીની ઓનસ્ક્રીન ભૂમિકા ભજવશે. અહેવાલો મુજબ પહેલા ડેટનો ઈસ્યુ હતો. હવે માનવામાં આવે છે કે રણબીરે પણ કામ કરવાની મંજૂરી આપી દીધી છે. રસપ્રદ વાત એ છે કે સૌરવે વારંવાર રણબીર માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે’. જા કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ બાયોપિક બનાવવા માટે સૌરવ ગાંગુલી અને લવ ફિલ્મ્સએ સાથે મળીને ગત ૯ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ જાહેરાત કરવામાં આવી હતી.
ફિલ્મના શૂટિંગ શેડ્યુલને લઈને પણ મોટી ખબર સામે આવી છે. અહેવાલો મુજબ સૌરવ ગાંગુલી દ્વારા સ્ક્રીપ્ટને મંજુરી મળ્યા બાદ આ બાયોપિકની શૂટિંગની શરૂઆત કોલકાતામાં કરવામાં આવશે. આ ફિલ્મનું બજેટ લગભગ ૨૫૦ કરોડ રૂપિયા હશે. રણબીર હાલમાં તેની આગામી ફિલ્મ એનિમલની શૂટિંગમાં વ્યસ્ત છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x