આર્ટ્સ કૉલેજ શામળાજીના એન.એસ.એસ વિભાગના ખાસ શિબિરનો ઉદ્ધાટન સમારોહ યોજાયો
શામળાજી પ્રદેશ કેળવણી મંડળ સંચાલિત શ્રી કલજીભાઈ આર.કટારા આર્ટ્સ કૉલેજ શામળાજી સંલગ્ન એન.એસ.એસ વિભાગની વર્ષ 2022-23 ની ખાસ શિબિરનો ઉદ્ધાટન સમારોહ ગડાદર મુકામે મહાનુભાવોની હાજરીમાં યોજાયો હતો. તા. 022/02/2023 થી તા. 28/02/2023 સુધી આયોજિત આ શિબિરના ઉદ્ઘાટન સમારોહમાં કોલેજના મંત્રી શ્રી દિલીપભાઈ કટારા સાહેબ, આચાર્યશ્રી ડૉ. અજય કે. પટેલ, ગડાદર ગ્રામ પંચાયતના સરપંચશ્રી ભવાનભાઈ, ડેરી ચેરમેન શ્રી કાળાભાઈ,માધ્યમિક સ્કુલના આચાર્યશ્રી બી.એસ.પટેલ,ગડાદર ગામના સામજિક અગ્રણી જશુભાઈ, અને કૉલેજના પ્રાધ્યાપકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગામની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો સહિત શાળા પરીવાર અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શિબિર સંચાલક તરીકે એન. એસ. એસ. ના પ્રોગ્રામ ઓફિસર ડૉ.જાગૃતિ પટેલે કાર્યક્રમનું સફળ સંચાલન અને ભરત પટેલે આભારવિધિ કરીને ઉદ્ઘાટન સમારોહને સફળ બનાવ્યો હતો.