ગાંધીનગરની પ્રથમ હિન્દી વેબ ન્યૂઝ ચેનલના ૧,૦૦૦ એપિસોડની પૂર્ણતા પર માલિક કશ્યપભાઈ નિમાવતનું બ્રહ્માકુમારી કૈલાશદીદી દ્વારા થયુ ભવ્ય સન્માન.
ગાંધીનગરની પ્રથમ હિન્દી વેબ ન્યૂઝ ચેનલના ૧,૦૦૦ એપિસોડની પૂર્ણતા પર માલિક કશ્યપભાઈ નિમાવતનું આજે બ્રહ્માકુમારી કૈલાશદીદી દ્વારા સેકટર.૨૮ ગાંધીનગર ખાતે ભવ્ય સન્માન કરવામાં આવેલ.
બ્રહ્માકુમારીઝ ગાંધીનગરના મિડિયા સંયોજક ભરત શાહ જણાવે છે કે, ગાંધીનગર અને તેની આસપાસ બનતી રોજબરોજની ઘટનાઓના સમાચારથી પાટનગરની જનતાને માહિતગાર કરવાનું ઉત્તમ કાર્યનૂં બીડુ ભ્રાતા કશ્યપભાઈ નિમાવતે ઝડપી લઈ ગાંધીનગરમાં પ્રથમ હિન્દી વેબ ન્યૂઝ ચેનલની શરૂઆત કરેલ. વળી આ વેબ ચેનલ નિર્વિધ્ન અને સ્વતંત્ર્ય રીતે પગભર બની અવિરત નવી ઉચ્ચાઈ ને વરે તે માટે તેમણે પોતાની સુપુત્રીને એંકર તરીકે ડેવલપ કરેલ. અત્યાર સુધીમાં રજુ થયેલ આ ચેનલના ૧,૦૦૦ એપિસોડ જોતાં દિલના આશીર્વાદ સાથે શુભેચ્છાઓનો વરસાદ વરસાવો રહ્યો.
બ્રહ્માકુમારીઝ, સેકટર.૨૮,ગાંધીનગર ખાતે સવારના મુરલી ક્લાસ બાદ સંસ્થાના મુખ્યાલયથી ખાસ પધારેલ મધુરવાણી ગૃપના ગાયક અને બાળ બ્રહ્મચારી રાજયોગી ભાનુભાઈ, જય પ્રકાશભાઈની વિશેષ ઉપસ્થિતિ અને સૌ બ્રહ્માકુમાર ભાઈ બહેનોની હાજરીમાં સન્માનનો કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં સેવાકેન્દ્ર પ્રભારી આદરણીય રાજયોગિની કૈલાશદીદીએ કશ્યપભાઈનું આત્મસ્મૃતિ તિલક કરી પુષ્પગુચ્છથી વિશેષ સન્માન કરેલ. દીદીજીએ ચેનલ ગાંધીનગર જ નહી પર વિશ્વ ફલક પર પોતાની સુવાસ ફેલાવે તેવી બ્રહ્માકુમારીઝ તરફથી શુભભાવના શુભકામના સહિત બાબાના આશીવાદ યુક્ત શુભેચ્છાઓ પાઠવેલ. આ પ્રસંગે દીદીજી એ આ ચેનલના સફલ અને સુવાસિત એન્કર રીયા નિમાવતને ખાસ યાદ કરી યાદ પ્યાર મોકલેલ. સન્માનમાં કલગી ઉમેરતાં મધુરવાણી ગૃપના ભાનુભાઈ તરફથી સુંદર ગીતોના માધ્યમથી શુભેચ્છાઓ આપી આ સવારને યાદગાર બનાવી દિધેલ. કાર્યક્રમને અંતે કશ્યપભાઈ એ પણ સંસ્થાનો દિલથી આભાર માનેલ.