અમદાવાદમાંથી રાયફલ સહિત ફાયર આર્મ્સના સ્પેર પાર્ટસ બનાવતી ફેકટરી પકડાઇ
નિકોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.જાટે ચોક્કસ બાતમી આધારે પોલીસ ટીમ સાથે કઠવાડા જીઆઇડીસીમાં પ્લોટ નંબર-૪માં આવેલી મેટાબીલ્ડ ઇન્ડન્સ્ટ્રીઝ નામની કંપનીમાં દરોડો પાડયો હતો અને ત્યાં ઇસનપુર રામવાડી પાસે રાજધાની બંગલોઝમાં રહેતા કાનવ મહેશકુમાર છાટબાર (ઉ.વ.૩૯) અને મણિનગર સીટીએમ પાસે અક્સપ્રેસ હાઇવે પાછળ માતૃ સાનિધ્યમાં રહેતા સ્નેહલ શિવરામ હેડું તથા કંપનીના જનરલ મેનેજર વસ્ત્રાલ ખાતે રહેતા અશોકભાઇ કેરાજી પ્રજાપતિ સામે નિકોલ પોલસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો.ઉત્તર પ્રદેશના જેમ હવે અમદાવાદમાંથી ઘાતક હથિયારો બનાવતી નિકોલ પોલીસે ફેકટરી પકડી હતી. પોલીસે ત્રાટકીને બે શખ્સોેની ધરપકડ કરીને તેમની પાસેથી રાયફલ તેમજ આમર્સના સ્પેર પાર્ટસ સહિત કુલ રૃા.૪૩,૩૯,૫૭૦નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે ફેકટરીમાં તપાસ કરીને રાયફલ સહિતના આર્મ સ્પેર પાર્ટસ બનાવવાની ડાઇ નંગ-૧૭ મળી કુલ રૃા. ૪૩,૩૯,૫૭૦ની કિંતનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીની ધરપકડ કરી વધુ કેટલા સમયથી આ ફેકટરી ધમધમતી હતી આર્મના સ્પેર પાર્ટસ કોને કોને સપ્લાય કરતા હતા તે સહીતની વિગતો મેળવવામાં આવી રહી છે.