થરાદ માર્કેટયાર્ડ ખાતે ચેરમેન પરબતભાઇ પટેલના હસ્તે મૃતકના વાલી વારસો વિમાની રકમના ચેક અપાયા
ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા થરાદ તાલુકાના પાંચ થી સિત્તેર વર્ષ સુધીની વય જૂથના તમામ પ્રજાજનો માટે રૂપિયા એક લાખનો અકસ્માત વીમા કવચ લેવાયેલ છે જે અંતર્ગત આજ તા.૨૪/૦૨/૨૦૨૩ ને શુક્રવારના રોજ થરાદ માર્કેટયાર્ડ ખાતે માન. સાંસદશ્રી બનાસકાંઠા અને ચેરમેન પરબતભાઇ પટેલ તથા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સશ્રીઓ તથા સેક્રેટરી શ્રી બી. એમ. પટેલની હાજરીમાં અકસ્માતે મૃત્યુ પામનાર આઠ મૃતકના વાલી વારસોને રૂપિયા એક એક લાખના આઠ ચેક આપવામાં આવેલ.
મૃતકનું નામ ગામ
૧. નાઈ રમેશભાઈ રતાભાઈ ઘંટીયાળી
૨. ભાટીયા અશોકભાઈ સરૂપાભાઈ ઘંટીયાળી
૩. પટેલ રાસેગભાઈ રામજીભાઈ પડાદર
૪. રાણુવા પરખાભાઈ ભુરાભાઈ ભાપડી
૫. રાઠોડ લગધીરભાઈ કાંનજીભાઈ ઝેટા
૬. પંડયા મંગળાભાઈ કેશાભાઈ નારોલી
૭. ભીલ પ્રેમાભાઈ રવાભાઈ રાહ
૮. કોળી રામાભાઈ ધરમાભાઈ ભોરડુ.