રાષ્ટ્રીય

ભારતમાં વધતી જતી ગરમી, વધુ એક ઊર્જા સંકટની શક્યતા

ભારતમાં વધતી જતી ગરમીએ બીજા એક વધુ ઊર્જા સંકટ સામે ખતરાની ઘંટડી વગાડી છે. ગરમીને લીધે દેશનાં અનેક રાજ્યોમાં તાજેતરમાં વીજળીની માંગમાં વિક્રમજનક વધારો થયો છે જેને કારણે ઉનાળામાં વીજળી સંકટ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.

જાન્યુઆરીમાં વીજળીની માંગ વ્યસ્ત મોસમ જેટલી ૨૧૧ ગીગાવાટસ વધી હતી. જે ગયા ઉનાળામાં વીજળીની ઓલટાઈમ હાઈ માંગ જેટલી હતી. કોરોનાની મહામારીમાંથી બહાર આવેલા વેપાર-ધંધા ઉદ્યોગોમાં વીજળીની માંગમાં વધારો થયો હતો. ગરમીનું પ્રમાણ એટલું વધ્યું હતું જે ૧૨૨ વર્ષ જૂના ગરમીનાં રેકોર્ડને તોડવાની નજીક પહોંચી ગયું હતું. ભારતનાં હવામાન ખાતાનાં જણાવ્યા મુજબ દેશનાં કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા ૧૧ ડિગ્રી સેÂન્ટગ્રેડ વધારે નોંધાયું હતું. ગરમીનું પ્રમાણ વધતા ખેડૂતોને ઘઉં તેમજ અન્ય પાક બળી ન જાય તે માટે તકેદારી રાખવા સાવધ કરાયા હતા.સતત બે વર્ષનાં અવરોધો પછી અસાધારણ ગરમીને કારણે વીજળીનોન વપરાશ વધ્યો હતો. સિંચાઈ માટે પંપ વધુ ચલાવવામાં આવ્યા હતા અને એરકÂન્ડશનર્સનો ઉપયોગ પણ વધ્યો હતો જે બીજું વીજળી સંકટ સર્જવા ખતરાની આલબેલ પોકારતો હતો. વીજળીનો વપરાશ વધતા દેશનાં એનર્જી નેટવર્ક પર દબાણો સર્જાયા હતા.
આયાતી કોલસાનો ઉપયોગ કરતા વીજળી ઉત્પાદન મથકોને અગાઉથી જ ઉનાળામાં ૩ મહિના માટે પૂર્ણ ક્ષમતાએ કામ કરવા આદેશ આપવામાં આવ્યો છે જેથી બ્લેકઆઉટને ટાળી શકાય અને દેશનાં કોલસા પુરવઠા પર ઓછું દબાણ સર્જાય. દેશનાં ઊર્જા મંત્રાલયનાં જણાવ્યા મુજબ એપ્રિલમાં વીજળીની માંગ ૨૨૯ ગીગાવાટની નવી ઊંચી સપાટી બનાવી શકે છે.ફેબ્રુઆરીમાં રાજસ્થાનમાં વીજળીની માંગમાં અસાધારણ વધારો થયો હતો જેને કારણે Âસ્થતિ ચિંતાજનક બની હોવાનું રાજસ્થાનનાં વીજળી પ્રધાન ભંવરસિંહ ભાટીએ જણાવ્યું હતું. રહેઠાણો તેમજ ખેતી માટે વીજળી પુરવઠામાં રેશનિંગ દાખલ કરવા ફરજ પડી હતી. ગયા ઉનાળા કરતા આ વખતે વીજળીની માંગમાં ૨૦થી ૩૦ ટકા વધારો થવાની ધારણા છે.દેશમાં ૭૦ ટકા વીજળીનું ઉત્પાદન કોલસાન આધારિત વીજ મથકો દ્વારા થાય છે. હાલ વીજ મથકો ખાતે કોલસાનો પુરવઠો લક્ષ્યાંક કરતા ૪૫ મિલિયન ટન ઓછો છે. માર્ચનાં અંત સુધીમાં તે પૂરો કરવા સરકારને કહેવામાં આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x