ગાંધીનગરગુજરાત

બ્રહ્માકુમારીઝ, સે-૨૮,ગાંધીનગર ખાતે પેઈન સ્પેશિયાલિસ્ટ ડૉ.રાજીવ હર્ષેનો મફત નિદાન અને સારવાર કેમ્પ યોજાયો .

દુખાવાથી પીડિત દર્દીઓ માટે રાજયોગિની કૈલાશ દીદીજી દ્વારા બ્રહ્માકુમારીઝ, સેકટર.૨૮,ગાંધીનગર ખાતે પેઈન સ્પેશિયાલિસ્ટ ડૉ.રાજીવ હર્ષેનો મફત નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો.

ગાંધીનગર: તા:૨૬-૨-૨૦૨૩
૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ના રવિવારે સવારે બ્રહ્માકુમારીઝ સેકટ.૨૮, ગાંધીનગર ખાતે દુખાવાથી પીડિત દર્દીઓ માટે સેવાકેન્દ્ર પ્રભારી આદરણીય કૈલાશદીદીજી દ્વારા પેઈન સ્પેશિયાલિસ્ટ ડૉ.રાજીવ હર્ષેનો મફત નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવેલ.
બ્રહ્માકુમારીઝ ગાંધીનગરના મિડિયા સંયોજક ભરત શાહ જણાવે છે કે,આ કેમ્પમાં ડો.રાજીવ હર્ષે દ્વારા કમરનો દુખાવો, સાઈટીકા અથવા રાંજણ, ઢીંચણનો દુખાવો, ખભાનો દુખાવો તથા જકડાવું, ગરદનનો દુખાવો, મોઢાની નસનો દુખાવો, કેન્સરનો દુખાવો, સ્નાયુનો દુખાવો, મણકાનું કે ઢીચણનું ઓપરેશન થયા પછી પણ રહેતા દુખાવાથી પિડિત દર્દીઓનું જાતે નિદાન કરેલ. મોટી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં જેનો રુ.૨૦,૦૦૦ થી ૩૦,૦૦૦ના ખર્ચે આવે છે તથા ડોક્ટર પણ પોતાના ક્લિનિક પર આ જ તપાસના રૂ.૮૦૦/-અને એકુપંચર સારવારના ૧૦૦૦/- લે છે તે સારવાર દદીએ આપેલ સહમતીના આધારે આ કેમ્પમાં મેડિકલ એકુપંચર/ નીડલ થેરાપીથી સંપૂર્ણ મફત કરવામાં આવેલ તથા સારવાર પત્યા પછી દર્દીને દસ ગોળી પેરાસિટીમોલ પણ મફત આપવામાં આવેલ.
આ સારવારનો ૭૦ જેટલાં દરદીઓએ લાભ લીધેલ. તેઓ જ્યારે સારવાર લઈ બહાર આવતાં હતાં ત્યારે તેમના ચહેરા પર દુખાવામાં રાહત થયાની ખુશી ઝલકતી હતી અને કોઇપણ જાતના ખર્ચ વગરની આ સારવાર માટે ડૉ.રાજીવ હર્ષે અને આદરણીય રાજયોગિની કૈલાશદીદી સહિત સૌ આયોજકો માટે દિલની દુઆ વહેતી જોવા મળેલ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x