ahemdabad

રખડતા કૂતરાંની ૬૨૪૮,ઢોરની ૩૧૫૦ ફરિયાદ, અમદાવાદમાં એક વર્ષમાં ૫૯ હજારથી વધુ લોકોને પ્રાણી કરડયાં

ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ શહેરના વિવિધ જાહેર માર્ગો ઉપર રખડતા પશુને અંકુશમાં લેવા જાહેરહીતની અરજી કરવામાં આવી છે.આ અરજીની સુનવણી બાદ હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શહેરીજનોને રખડતા પશુઓના ત્રાસમાંથી મુકત કરાવવા કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતોસ્માર્ટ સીટીનો દરજજો ધરાવતા અમદાવાદના નાગરિકો જાહેર રસ્તાઓ ઉપર રખડતા પશુઓને લઈ ત્રાહીમામ બની ગયા છે.રોડ ઉપર રખડતા પશુઓની અડફેટે આવતા પશુઓના કારણે લોકોના મોત થઈ રહયા છે.આમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રના અધિકારીઓ કે સત્તાધીશો તમાશો જોઈ રહયા હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે.૧૧ મહિનામાં શહેરના વિવિધ વિસ્તારમાંથી રખડતા કૂતરાંની ૬૨૪૮ અને રખડતા ઢોરની ૩૧૫૦ ફરિયાદ મ્યુનિ.ના સી.એન.સી.ડી.વિભાગને મળી છે.બીજી તરફ વર્ષ-૨૦૨૨ના એક વર્ષમાં શહેરના ૫૯,૫૧૩ લોકોને વિવિધ પ્રાણીઓ કરડયા હોવાનુ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે નોંધાયેલુ છે.

.હાઈકોર્ટના આદેશ બાદ તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઓગસ્ટ-૨૦૨૨માં રખડતા પશુઓને પકડવા માટે એકશન પ્લાન જાહેર કરવામાં આવ્યો હતો.એ સમયના મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં ઝોન દીઠ ત્રણ એમ કુલ એકવીસ ટીમને ત્રણ શિફટમાં શહેરના વિવિધ વિસ્તારના જાહેર રસ્તાઓ ઉપરથી રખડતા પશુ પકડવાની કામગીરી માટે ફરજ સોંપી હતી.બાદમાં મ્યુનિસિપલ કમિશનર બદલાતા હાલના મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને પણ સી.એન.સી.ડી.વિભાગના અધિકારીઓને શહેરમાંથી રખડતા પશુ પકડવા માટે મેનપાવર આપવા ઉપરાંત એસ.આર.પી.જવાન સાથેનો સુરક્ષા બંદોબસ્ત પણ પુરો પાડયો છે.એકવીસ ટીમને વાહનો પણ આપવામા આવ્યા હોવાછતાં હાઈકોર્ટ દ્વારા રખડતા પશુ પકડવા અંગે કડક કાર્યવાહીનો અસરકારક અમલ ઢોર ત્રાસ અંકુશ વિભાગ કરી શકતુ નથી એમ સ્પષ્ટ શબ્દોમાં કહેવાની સાથે વિભાગની નબળી કામગીરી સામે નારાજગી વ્યકત કરવાની પણ વારંવાર ફરજ પડી રહી છે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x