જી-20 અંતર્ગત ગૂજરાત વિદ્યાપીઠ સાદરા ખાતે વ્યાખ્યાન યોજાયું.
મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ સાદરાના સરદાર પટેલ ઉપાસના મંદિરમાં આજે જી-20 અંતર્ગત માળખાકિય અને સૈદ્ધાંતિક માહિતી આપતું વ્યાખ્યાન યોજાયું છે અંતર્ગત પ્રા.બળદેવ મોરીએ જી-20ની ઐતિહાસિક ભૂમિકા,તેની કાર્યશૈલી, તેનું ત્રિપરિમાણીય માળખું,તેની સદસ્યમાહિતી, આમંત્રિત સદસ્યો,તેના શરૂઆતી આર્થિક સંરચના અને વિશ્વવ્યાપાર અભિગમ, માધ્યમ અને વિકાસશીલ અને વિકસીત રાષ્ટ્રો વચ્ચેનો તાલમેલ, આર્થિકનીતિ નિર્ધારણ, નાણામંત્રીઓ અને રાષ્ટ્રીય બેન્ક ગવર્નરથી લઈને નેતાઓ, રાષ્ટ્રપ્રમુખો અને અર્થશાસ્ત્રીઓ, જાહેર ચિંતકો, યુનો,યુ.એન.ડી.પી,આઈ.એમ.એફ અને ડબલ્યુ.એચ.ઓ જેવી વૈશ્વિક અને સ્થાનિક સંસ્થાઓની ભાગીદારી,જી-ટવેન્ટીની થીમ,લોગો અંતર્ગત “વસુધૈવ કુટુમ્બકમ” અને “એક પૃથ્વી,એક પરિવાર,એક ભવિષ્ય” ની રસપ્રદ માહિતી, લોગોમાં સપ્તદલીય કમળન
અને સાત મહાસાગરની પરિકલ્પના, તેનું મહત્વ, પ્રકૃતિ અને તેની સજાગતા, સ્વાસ્થ્ય,કૃષિ,જલવાયુ પરિવર્તન,આતંકવાદ, ભ્રષ્ટાચાર, મુક્ત વ્યાપાર,સમવાયી અને ટકાઉ વિકાસ, પર્યાવરણીય સુરક્ષા અને સમગ્ર માનવજાતની ચિંતાની ભારતીય ભાવના, મૂલ્યો, સાંસ્કૃતિક અને અતુલ્ય વિરાસત તેમજ જી-20 નાં શેરપા અને ટ્રઓયએકઆ અંતર્ગત તેનું ટ્રાયગંલ બિનસચિવાલીય માળખા તેમજ 1ડીસેમ્બર -૨૦૨૨. થી 30 નવેમ્બર 2023 સુધીની ભારતીય પ્રમુખ પ્રતિનિધિત્વ,તે અંતગર્ત થનારી શેરપા બેઠકો, એજ્યુકેશન સમિટ,એનવઆર્યમએન્ટ સમિટ,ઇન્કલુઝીવ ડેવલોપમેન્ટ,આર્કટેકચર સમિટ, સાયન્સ સમિટ,યુથ સમિટ, ભારતના 56 નગરો, ગુજરાતની પંદર બેઠકો, નગરો તેમજ આ સાંસ્કૃતિક આદાન પ્રદાન અને શિખર સંમેલનની યાદી વગેરે વિશે રસપ્રદ માહિતી આપી હતી, કાર્યક્રમનો આરંભ વિદ્યાર્થીઓએ વેદિક પ્રાર્થના અને સુંદર ભજનથી કરાવ્યો,સંચાલન મ.દે.ગ્રામસેવા સંકુલ સાદરા જી-20ના કો ઓર્ડીનેટર ડૉ..મોતી દેવુ અને આભાર પ્રા.દિવ્યેશ ભટ્ટે કરાવ્યું સમગ્ર કાર્યક્રમનું સુચારૂ માર્ગદર્શન સંયોજક પ્રો.ડૉ.રાજેન્દ્ર જોશીએ આપ્યું હતું