શિલ્પ આરંભ ગિફ્ટ સિટી મેરેથોનમાં ૧૫૦૦૦ રનર્સની સ્વાસ્થ્ય માટેની દોડ
ગાંધીનગર શહેરમાં એક નવી સિટી એટલે કે ગિફ્ટ સિટી પુરજોશમાં આકાર પામી રહી છે. આ વિસ્તારમાં વધુ લોકો આવે અને આ વિસ્તારને જાણે એ માટે અત્યારે ત્યાં પ્રોપર્ટી એક્સપો ચાલી રહ્યો છે. આના ભાગરૂપે રવિવારે અહીં એક વિરાટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિલ્પ આરંભ મેરેથોનનું ફ્લૅગ ઓફ કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ મેરેથોનમાં ૧૫૦૦૦થી વધુ રનર્સ ગિફ્ટ સિટીના સુંદર માર્ગ પર ૨૧.૦૯૭ કિલોમીટરની હાફ મેરેથોન અને ૧૦ કિલોમીટર અને પાંચ કિલોમીટર રેસમાં દોડ્યા હતા. વિશેષ એટલે આ મેરેથોનમાં દિવ્યાંગ કેટેગરીમાં પણ સભ્યોએ ભાગ લીધો હતો.
ગિફ્ટ સિટી મેરેથોનમાં ગાંધીનગર રનર્સ ગ્રૂપના હરિશ્ચંદ્ર, જગત કારાણી, મીતેશ ગજ્જર, ડૉ. મહિપતસિંહ પરમાર, બીજુ પિલ્લાઈ, ઈન્દ્રસિંહ વાઘેલા, ડૉ. મનિષા ઝડફિયા, રાજવિરસિંહ વાઘેલા, સંજય થોરાત, કુમારદેવન શ્રીનિવાસન, દુર્ગેશ પંચાલ, રેણુકા પંચાલ, હેતલ દેસાઈ, નિલીમા શાહ, પ્રદીપ ગેહલોત, જગદીશ દુધાત, યશેશ વ્યાસ, વિભૂતિ વ્યાસ, શિબુ પિલ્લાઈ, મયંકા શર્મા ભટ્ટી, નિરજ ચૌહાણ, પિન્કી જહા જેવા રનર્સે ભાગ લઈ ફિનીશરનો મૅડલ મેળવ્યો હતો.
શિલ્પ આરંભ ગિફ્ટ સિટી હાફ મેરેથોનમાં હરિશ્ચંદ્ર વિજયી થયા હતા. આવતા રવિવારે માઉન્ટ આબુ ખાતે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ગાંધીનગર રનર્સ ગ્રૂપના સભ્યો ભાગ લેશે.