ગાંધીનગરગુજરાત

છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારને પેટ્રોલમાં ૧૨૦૪૮ કરોડ તથા ડિઝલમાં ૨૬૬૮૨ કરોડની આવક થઈ

ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર શરૂ થઈ ગયું છે. આ સત્ર દરમિયાન રાજ્ય સરકારે એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારને પેટ્રોલમાંથી ૧૨૦૪૮.૭ કરોડ તથા ડિઝલમાં ૨૬૬૮૨ કરોડની આવક થઈ છે. જયારે સીએનજીથી ૩૮૯ કરોડ અને પીએનજીથી ૧૨૬ કરોડની થઈ આવક થવા પામી છે. રાજ્ય સરકાર પેટ્રોલ પર ૧૩.૭ ટકા જ્યારે ડીઝલ પર ૧૪.૯ ટકા તથા સીએનજી અને પીએનજી પર ૧૫ ટકા વેરો વસૂલે છે.

રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમા એક સવાલના જવાબમાં લેખિતમાં જણાવ્યું હતું કે, પેટ્રોલમાં વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૨ સુધી માં ૬૦૪૦.૦૧ કરોડ ની આવક થઈ, જ્યારે ડીઝલમાં વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૩ સુધીમાં. ૧૨૭૩૧.૭૯ કરોડ રૂપિયાની આવક થઇ છે. ઝ્રદ્ગય્માં વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૨ સુધીમાં ૧૯૧.૭૫ કરોડ રૂપિયા ની આવક થવા પામી છે. જ્યારે ઁદ્ગય્ વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૨ સુધીમાં ૬૮.૩૧ કરોડની આવક થઈ
રાજ્ય સરકારે સવાલના જવાબમાં વધુમાં જણાવ્યું હતું કે, પેટ્રોલમાં વર્ષ ૨૦૨૨થી ૨૩ સુધીમાં ૬૦૦૮.૬૯ કરોડ, ડીઝલમાં વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૩માં કુલ ૧૩૯૫૧.૨૭ કરોડની આવક થવા પામી છે. ઝ્રદ્ગય્માં વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૩ માં કુલ ૧૯૮.૪૪ કરોડ તથા પીએનજીમાં વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૩ માં કુલ ૫૮.૦૯ કરોડની આવક થઈ છે. કુલ રકમની વાત કરીએ તો પેટ્રોલમાંથી ૧૨૦૪૮.૭ કરોડ તથા ડિઝલમાં ૨૬૬૮૨ કરોડની આવક થઈ છે. જ્યારે સીએનજીમાં ૩૮૯ કરોડ અને પીએનજીમાં ૧૨૬ કરોડની આવક થઈ છે. રાજ્ય સરકાર પેટ્રોલ પર ૧૩.૭ ટકા જ્યારે ડીઝલ પર ૧૪.૯ ટકા ટેક્સ વસૂલે છે. જ્યારે ઝ્રદ્ગય્ અને પીએનજી પર સરકાર ૧૫ ટકા ટેક્સ વસૂલે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x