ગુજરાત

રાજ્યની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવાશે, સરકારે ગૃહમાં બિલ રજૂ કર્યું

ગુજરાત રાજ્યની તમામ શાળાઓ ઉપરાંત અંગ્રેજી માધ્યમની CBSE શાળાઓ અને આંતરરાષ્ટ્રીય શાળાઓનો પણ સમાવેશ થાય છે. જો રાજ્યની કોઈપણ શાળા ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ભાષા નહીં ભણાવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને સજાની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. પ્રથમ બે વખત શાળા પર નાણાકીય દંડની જોગવાઈ કરવામાં આવી છે. ત્રીજી વખત નિયમનું પાલન ન કરવા બદલ દૈનિક દંડ અને દંડની જોગવાઈ વિધેયકમાં રાખવામાં આવી છે.ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત બનાવવા માટેનું વિધેયક આજે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ભાષાને ફરજિયાત બનાવવા શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે ગૃહમાં બિલ રજૂ કર્યું હતું. ગુજરાતી ભાષા ફરજિયાત બિલમાં નિયમોના ભંગ સામે કડક જોગવાઈઓ કરવામાં આવી છે. રાજ્યમાં ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ભાષા ફરજિયાત કરવામાં આવશે. આ માટે આજે ગાંધીનગરમાં બે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. એક બેઠક સવારે અને બીજી બપોરે યોજાશે.
ગુજરાતી ભાષાને ફરજિયાત બનાવવા માટે સરકાર આજે વિધાનસભામાં બિલ રજૂ કરશે. રાજ્યભરની સરકારી અને ખાનગી શાળાઓમાં બાળકો માટે ગુજરાતી વિષય ફરજિયાત બનાવવા માટેનું બિલ આગામી દિવસોમાં લાવવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટમાં ઘર્ષણ બાદ આજે બિલ રજૂ થશે. આ બિલમાં ગુજરાતી વિષય ન ભણાવતી શાળાઓ પર દંડ અને સજાની જોગવાઈ છે. ગુજરાતી વિષયને લઈને ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જે બાદ હાઈકોર્ટે સરકારને આ અંગે સવાલ કર્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x