અર્બન હોર્ટી કલ્ચર ડેવલોપમેન્ટ યોજના’ અંતર્ગત ૩૪૩ જેટલા નાગરિકોએ ભાગ લઈ કિચન ગાર્ડન, ટેરેસ ગાર્ડન વિશે સેક્ટર- ૧૨,ગાંધીનગર ખાતેથી માહિતી મેળવી.
બાગાયત ખાતા ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા તા.૨૪ મી ફેબ્રુઆરીના રોજ ઉમિયા મંદિર સેક્ટર- ૧૨,ગાંધીનગર ખાતે ‘અર્બન હોર્ટી કલ્ચર ડેવલોપમેન્ટ યોજના’ અંગેની એક દિવસીએ તાલીમ યોજવામાં આવી હતી. જેમાં ગાંધીનગર શહેરી વિસ્તારના ૩૪૩ જેટલા નાગરિકોએ ભાગ લઈ કિચન ગાર્ડન, ટેરેસ ગાર્ડન, મેડિશનલ ગાર્ડન મહિલા સ્ટાઇપેન્ડ અંગેની યોજના વગેરે જેવા વિષયોને લગતી માહિતી મેળવી હતી.તથા તાલિમાર્થીઓ દ્વારા ખૂબ ઉત્સાહભેર કિચન ગાર્ડન ને લગતા તેઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવી વધુમાં હવે પછી પણ આગામી સમયમાં આવી તાલીમનું આયોજન હાથ ધરાય તેવું સૂચન સર્વ તાલીમાર્થી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ વિશે વધુ માહિતી માટે નાયબ નિયામકશ્રીની કચેરી, સહયોગ સંકુલ, પાંચમો માળ સી- બ્લોક, સેક્ટર-૧૧,ગાંધીનગર ફોન નંબર-૦૭૯૨૩૨૫૭૭૬૦ તથા E-mail :dydir-bag-gnr@gujrat.gov.in પર સંપર્ક કરવા જણાવવામાં આવે છે.