રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી બે દિવસ વાદળો છવાયેલા રહેવાના અને હળવા વરસાદનું અનુમાન
ફેબ્રુઆરી મહિનો પૂરો થવાને આરે છે અને લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી ઝડપથી હવામાન બદલાયુ છે અને કેટલાક રાજ્યોમાં તો તાપમાન ૩૫ ડિગ્રીની આજુબાજુ નોંધાયું છે. ભારત હવામાન વિભાગ મુજબ ગરમી રહેશે અને અનેક રાજ્યોમાં તાપમાન ૩૫ ડિગ્રીની ઉપર પહોંચી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ તેલંગણા, આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટÙ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં લોકોને ભીષણ ગરમીનો સામનો કરવો પડી શકે છે અને તાપમાન ૩૫ ડિગ્રીથી ઉપર જઈ શકે છે. આ ઉપરાંત રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં તાપમાન ૩૫ ડિગ્રીથી ઉપર રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ મોટાભાગના રાજ્યોમાં તાપમાન સામાન્યથી લગભગ ૪-૫ ડિગ્રી સેÂલ્સયસ વધુ નોંધાઈ રહ્યું છે.
દેશની રાજધાની દિલ્હીમાં આંશિક રીતે વાદળો છવાયેલા રહે તેવું અનુમાન છે. પરંતુ ગરમીથી રાહત નહીં મળે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આજે મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી સેÂલ્સયસ અને ન્યૂનતમ તાપમાન લગભગ ૧૩ ડિગ્રી સેÂલ્સયસની આજુબાજુ રહે તેવું અનુમાન છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ સોમવારે દિલ્હીમાં વધુમાં વધુ તાપમાન સામાન્યથી સાત ડિગ્રી વધુ ૩૨.૩ ડિગ્રી સેÂલ્સયસ નોંધાયુ હતું. જ્યારે ન્યૂનતમ તાપમાન સામાન્યથી બે ડિગ્રી વધુ ૧૪.૧ ડિગ્રી સેÂલ્સયસ નોંધાયુ હતું. આ દરમિયાન ભેજનું પ્રમાણ ૯૪ ટકા જેટલું રહ્યું.
રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી બે દિવસ વાદળો છવાયેલા રહેવાના અને હળવા વરસાદનું અનુમાન છે. જયપુર Âસ્થત હવામાન કેન્દ્રના જણાવ્યાં મુજબ એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી ૨૮ ફેબ્રુઆરી અને એક માર્ચના રોજ ઉત્તર-પશ્ચિમી રાજસ્થાનના ગંગાનગર, હનુમાનગઢ, બીકાનેર, ચુરુ તથા આસપાસના જિલ્લાઓમાં વાદળો છવાયેલા રહેવાની અને મેઘગર્જના સાથે છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન પૂર્વાનુમાન એજન્સી સ્કાયમેટના જણાવ્યાં મુજબ લદાખ, કાશ્મીર, હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ ઉપરાંત ગિલગિટ બાÂલ્ટસ્તાન, મુઝફ્ફરાબાદમાં હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અસમ, જમ્મુ સિક્કિમ અને આંદમાન નિકોબારમાં પણ હળવા વરસાદની શક્યતા છે. સ્કાયમેટે પંજાબ, ઉત્તર હરિયાણા અને દક્ષિણ તમિલનાડુના કેટલાક ભાગોમાં ગર્જના સાથે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે ૨ માર્ચ સુધીમાં પશ્ચિમી હિમાલય પર વરસાદ સાથે બરફવર્ષા થઈ શકે છે.