ahemdabad

અમદાવાદમાં જ કૂતરા કરડવાના ૫૮,૬૬૮ કેસજાહેર હિતની અરજીની સુનાવણી

ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એ.જે.દેસાઈએ જણાવ્યું હતું કે રખડતા કૂતરાઓના ત્રાસને કારણે ઘણા નાગરિકો માટે મો‹નગ વોકમાં જવું પણ મુશ્કેલ બની રહ્યું છે. વકીલ કીર્તિકુમાર ભટ્ટ દ્વારા વર્ષ ૨૦૨૦માં નાગરિકોની સુરક્ષા કરવી પોલીસ તંત્રની ફરજ છે અને તેના આધારે વધતા જાખમને રોકવા માટે પોલીસ કાર્યવાહીની માંગ કરતી પીઆઇએલની સુનવણી કરી દરમિયાન હાઈકોર્ટનું આ નિવેદન સામે આવ્યું છે.

આ પીઆઈએલ પર છેલ્લા ત્રણ વર્ષથી નિર્ણય બાકી છે કારણ કે આ મામલો સુપ્રીમ કોર્ટ સમક્ષ જ પેÂન્ડંગ છે, અને સુપ્રીમે જ હાઈકોર્ટને આ મામલે નિર્દેશો આપવા પર રોક લગાવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ સત્યમ છાયાએ જÂસ્ટસ દેસાઈ અને બિરેન વૈષ્ણવની બેન્ચને આ માહિતી આપી હતી.
એએમસીના વકીલે રજૂઆત કરી હતી કે નાગરિક સંસ્થા માત્ર એક ઔપચારિક પક્ષ છે. આના પર જÂસ્ટસ દેસાઈએ પ્રશ્ન કર્યો હતો કે રખડતા કૂતરાઓના આતંકને કાબૂમાં લેવાનું કામ જ્યારે નાગરિક સંસ્થાનું હોય ત્યારે તે દાવા માટે ઔપચારિક પક્ષકાર કેવી રીતે બની શકે. બેન્ચે કહ્યું હતું કે, “એમ ન કહો કે તમે એક ઔપચારિક પક્ષ છો. તમે મુખ્ય પક્ષ છો.”
ન્યાયાધીશો વચ્ચે ટૂંકી ચર્ચા કર્યા પછી, જÂસ્ટસ દેસાઈએ છસ્ઝ્રના વકીલને કહ્યું હતું કે, “કેટલાક લોકો આ રખડતા કૂતરાઓને કારણે મો‹નગ વોક માટે પણ જઈ શકતા નથી”. જા કે આગળની હરોળમાં બેઠેલા વકીલો તરત જ ચર્ચામાં જાડાયા અને એક વરિષ્ઠ વકીલે કટાક્ષ કર્યો હતો કે, “જ્યાં સુધી તમારી પાસે કૂતરો ન હોય ત્યાં સુધી તમે સવારે ચાલવા જઈ શકતા નથી.”
સુપ્રીમ કોર્ટના સ્ટેને ધ્યાનમાં રાખીને, હાઈકોર્ટે આ મામલે સુનાવણી ૧૭ એપ્રિલ સુધી મુલતવી રાખી છે. ગયા વર્ષે, રખડતા ઢોરોના જાખમ પર સુનાવણી દરમિયાન, ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમારે પણ આ સમસ્યા વિશે ટિપ્પણી કરી હતી, તેમણે કહ્યું, “મને ઘણા લોકો દ્વારા સલાહ આપવામાં આવી હતી કે મારે શેરીઓમાં ફરવા ન જવું જાઈએ, મારી પાસે પણ કૂતરા છે. તે અલગ વાત છે કે આપણો આનંદ અન્ય માટે મુશ્કેલીનું કારણ ન બનવું જાઈએ.”
પીઆઈએલમાં કૂતરાઓના જાખમના ઉદાહરણો પણ ટાંકવામાં આવ્યા હતા અને સમસ્યાને રોકવા માટે પગલાં લેવાની માંગ કરી છે. અરજદારે દાવો કર્યો હતો કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદમાં કૂતરા કરડવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી છે. અમદાવાદમાં વર્ષ ૨૦૨૨માં કૂતરા કરડવાના ૫૮,૬૬૮ બનાવો બન્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x