વધતા જતા કાનૂની વિધ્નો ટાળવા હવે ફિલ્મ-વેબસીરીઝ મેકર્સ બજેટના ૧૦% રકમ લિગલ ટીમ માટે ફાળવવા લાગ્યા
એક જમાનો હતો જયારે ફિલ્મ પોતાની તાકાતથી ટિકિટબારી પર ચાલતી હતી. છેલ્લા કેટલાક સમયથી એવો દોર આવ્યો છે કે ફિલ્મને ચલાવવા તેનું પ્રમોશન કરાવવું પડે છે અને આ પ્રમોશનનું પણ કરોડો રૂપિયાનું બજેટ હોય છે. ફિલ્મના હીરો- હીરોઈનો, કલાકારો- કસબીઓ પણ રૂબરૂ ફિલ્મનું પ્રમોશિત કરાવતા હોય છે. એક જમાનો હતો દર્શકોને કલાકારોની ઝલક ભાગ્યે જ જાવા મળતી હતી.
આજે પ્રમોશન દરમિયાન ખુદ કલાકારો દર્શકોને મળે છે! હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મોને લઈને લિગલ એટલે કે કાનૂની બજેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહેવાલો મુજબ ફિલ્મના બજેટના ૧૦ ટકા રકમ લિગલ બજેટ માટે ફાળવવામાં આવે છે. આવું એટલા માટે કે છેલ્લા કેટલાક સમયથી ફિલ્મો ઓટીટી પ્લેટ ફોર્મ પર વેબ સીરીઝો સામે વિવાદી વિષયોને લઈને કાનૂની નોટિસો ફટકારાતી હોય છે. જેની સામે સાંગોપાંગ પાર ઉતરવા હવે બોલિવુડના નિર્માતાઓને લિગલ સેલ માટે મોટું બજેટ ફાળવવું પડે છે.
તાજેતરમાં એવી ઘણી ફિલ્મો રજૂ થઈ હતી જે કાનૂની ચકકરમાં આવી ગઈ હતી. આલિયા ભટ્ટ સ્ટારર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ સામે કમાઠીપુરા વિસ્તારના લોકોએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી આક્ષેપ કર્યો હતો કે ફિલ્મમાં પૂરા કમાઠીપુરા વિસ્તારને રેડ લાઈટ એરિયા દર્શાવાયો છે. અક્ષયકુમાર સ્ટારર ફિલ્મ ‘પૃથ્વીરાજ’ના ટાઈટલ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી થયેલી, જેના કારણે ફિલ્મનું ટાઈટલ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ કરવું પડેલ હતું.
શાહીદ કપૂરની ફિલ્મ ‘જર્સી’ સામે કોપીરાઈટ ભંગની ફરિયાદ બોમ્બે હાઈકોર્ટમાં થઈ હતી. ‘તાંડવ’ વેબસીરીઝ સામે ધાર્મિક લાગણી દુભાયા મુદે ઉગ્ર દેખાવો થયા હતા અને યુપીમાં સીરીઝ મેકર્સ સામે પોલીસ ફરિયાદ શાહરુખ ખાન સ્ટારર ‘પઠા’ના વિવાદાસ્પદ ગીત સામે ખૂબ જ વિરોધ થયો હતો. આવી અનેક ફિલ્મોની યાદી છે.
જાણીતા ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ઓટીટીની તો આજની તારીખમાં હિમત જ નથી, ‘તાંડવ’ બાદ બધા ડરી ગયા છે. આજકાલ ફિલ્મો વેબ સીરીઝ સામે ધાર્મિક લાગણી દુભાવાની કોપી રાઈટ જેવી ફરિયાદોને પગલે કોર્ટના ચકકરમાંથી બહાર આવવા હવે મેકર્સ પોતાની લિગલ ટીમની વ્યવસ્થા કરી રહ્યા છે. અને તેના માટે ફિલ્મના બજેટના ૧૦ ટકા જેવું મોટુ બજેટ પણ ફાળવે છે આનું કારણ એ છે કે ફિલ્મો વેબ સીરીઝોમાં કરોડો રૂપિયાનું રોકાણ હોય છે.
ટીએમટીના પાર્ટનર અને વકીલ મેઘના ચંદોકર જણાવે છે કે ફિલ્મ લિટીગેશન માટે ભાગે પબ્લીસીટી માટે થતી હોય છે. જા ફિલ્મ મોટી હોય અને તેમાં મોટા સ્ટાર હોય તો લિટીગેશનના ચાન્સ મોટા હોય છે. હાલમાં લિગલ ટીમે બજેટ ૧૦૦થી ૨૦૦ ટકા વધારી દીધું છે. લિગલ ટીમને ફિલ્મ માટે શું કામગીરી હોય છે તેના માટે ચંદોરકર કહે છે-લિગલ ટીમ ફિલ્મના ક્ધસેપ્ટ, સ્ક્રીપ્ટ પાત્રો, સંવાદના રિવ્યું કરે છે, તે Âસ્ક્રપ્ટનું રિસ્ક એનાલિસીસ કરે છે.