હોળી પહેલા ઝટકો, LPG સિલિન્ડર થયો મોંઘો, જાણો કેટલી થઈ ગઈ કિંમત
રાંધણગેસના ભાવમાં વધારોઃ હોળી પૂર્વે જ સામાન્ય જનતાના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો છે. માર્ચ મહિનામાં ઘરેલું અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 8 મહિના બાદ ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 350 રૂપિયાથી વધુનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 2119.50 રૂપિયા થઈ ગઈ છે. નવી કિંમતો 1 માર્ચથી લાગુ થશે.
દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 1103 રૂપિયા થઈ ગઈ છે. 14.2 કિલોના ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 350.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઘરેલું સિલિન્ડરની નવી કિંમત દિલ્હીમાં 1103 રૂપિયા, મુંબઈમાં 1102.5 રૂપિયા, કોલકાતામાં 1129 રૂપિયા અને ચેન્નાઈમાં 1118.5 રૂપિયા થઈ ગઈ છે. ઉપરાંત, કોમર્શિયલ સિલિન્ડર હવે દિલ્હીમાં 2119.5 રૂપિયા, મુંબઈમાં 2071.5 રૂપિયા, કોલકાતામાં 2221.5 રૂપિયા અને ચેન્નાઈમાં 2268 રૂપિયામાં મળશે.