સાંપ્રત ઘટનાઓને સાંકળતી ગુજરાતી ફિલ્મ “લેન્ડ ગ્રેબીંગ” તા.૧૦મીએ સિનેમાઘરોમાં રીલીઝ થશે
જય ગુરૂદેવ ‘ઇન્ટરનેશનલ મુવીઝ દ્વારા સમગ્ર દેશની સાંપ્રત સમસ્યા કહી શકાય તેવી જમીન પર દબાણ અને ત્યારબાદ લેન્ડ ગ્રેબીંગ કાયદા તળે કાર્યવાહી અને જમીન માફિયા દ્વારા ગેરકાયદેસર જમીન પચાવી પાડવી અને પીડીત પરિવાર પર અત્યાચાર ગુજારવો વગે૨ે સાંપ્રત ઘટનાની સાંકળતી “લેન્ડ ગ્રેબીંગ” નામની ગુજરાતી ફિલ્મ બનાવવામાં આવી છે અને આગામી તા.૧૦મી માર્ચના રોજ કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ જાણીતા સિનેમાઘરોમાં આ ફિલ્મ રીલીઝ થનાર છે આ ફિલ્મમાં મુખ્ય હીરો તરીકે સમગ્ર ગુજરાતના યુવાનોમાં લોકપ્રિય એવા જાણીતા લોકગાયક ઉમેશ બારોટ, ચેતન દેયા અને ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે જીલ જોશી પોતાનો કિરદાર નિભાવી રહયા છે. ગેરકાયદેસર જમીન પર કબજો કરનાર જમીન માફિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા લેન્ડ ગ્રેબીંગ એકટ અમલી બનાવવામાં આવ્યો છે આમ સમગ્ર ઘટનાને સાંકળીને સરકાર દ્વારા જે કાયદાનું અમલીકરણ કરવામાં આવ્યુ છે તેનો વ્યાપક પ્રચાર પ્રસાર આ ગુજરાતી ફિલ્મમાં કરવામાં આવ્યો છે અને લોકજાગૃતિનો પણ મુખ્ય આશય પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. “લેન્ડ ગ્રેબીંગ” ગુજરાતી ફિલ્મ જમીન માફીયા ઉપર પોલીસ કાયદાનો સકંજો કેવી રીતે ઉગામે છે અને પીડીત કેવી રીતના પોલીસનું રક્ષણ મળે છે તે ઘટનાને પણ સાંકળી લેવામાં આવી છે અને પોલીસની કામગી૨ીને પણ બિરદાવવામાં આવી છે.