હોળી-ધુળેટીના તહેવારને લઈને દહેગામ એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવાશે
આગામી સમયમાં હોળી ધૂળેટીનો પર્વ આવી રહ્યો છે ત્યારે શહેર માંથી મોટી સંખ્યામાં લોકો હોળી ધૂળેટીનો પર્વ મનાવવા માદરે વતન જતા હોય છે. ત્યારે મુસાફરોના ઘસારાને ધ્યાને રાખી દર વર્ષની જેમ આ વર્ષે પણ દહેગામ એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે. જેમાં` 2 માર્ચે 5 બસ ,3 માર્ચે 15 બસ,4 માર્ચે 20 બસ, 5 માર્ચે 25 બસ,5 માર્ચે 10 બસ હોળી ધૂળેટીના તહેવારને લઈને એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે.
વાર તહેવાર પર એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે અને મુસાફરોને પણ સરળતા રહે છે. ત્યારે આ વર્ષે પણ હોળી ધૂળેટીના તહેવારને લઈને એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે.દહેગામ એસટી વિભાગ દ્વારા આગામી તારીખ 2 થી 6 માર્ચ સુધી અંદાજીત 50 થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે આ ઉપરાંત મુસાફરોની માંગ વધશે તેમ તેમ વધુ બસોનો ઉમેરો કરાતો જશે. હોળી ધૂળેટીના તહેવારને લઈને એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે.