ગુજરાત

આવતીકાલે CNG પેટ્રોલ પંપની હડતાળ, કાર અને રિક્ષા માલિકો આ સમાચાર જરૂર વાંચો

આવતીકાલે 3 માર્ચથી રાજ્યમાં પેટ્રોલ પંપ પરથી CNGનું વેચાણ અનિશ્ચિત સમય માટે બંધ રહેશે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશને આ નિર્ણય લીધો છે. છેલ્લા 55 મહિનાથી માર્જિન વધ્યું ન હોવાથી સીએનજી ડીલરોએ આ અનિશ્ચિત હડતાળની જાહેરાત કરી છે. તેથી જો તમારે તમારા વાહનમાં સીએનજી ભરવાનું હોય તો તરત જ ભરો. કારણ કે આવતીકાલે 3 માર્ચ 2023ના રોજ સવારે 7 વાગ્યાથી પેટ્રોલ પંપ પર CNGનું વેચાણ અનિશ્ચિત સમય માટે બંધ રહેશે. આ નિર્ણય અંગે ફેડરેશને કહ્યું કે છેલ્લા 55 મહિનામાં CNGના ભાવ આસમાને પહોંચ્યા હોવા છતાં અમારા માર્જિનમાં વધારો થયો નથી. ત્યારે ગુજરાત ગેસ ફ્રેન્ચાઈઝી ડીલર સાથે આ બંધમાં જોડાશે. આવતીકાલે સમગ્ર ગુજરાતમાં 800 થી વધુ CNG પંપ બંધ રહેશે જેના કારણે ગ્રાહકોની મુશ્કેલી વધી શકે છે.

આવતીકાલથી એટલે કે 3 માર્ચથી સીએનજીનું વેચાણ અનિશ્ચિત સમય માટે બંધ રહેશે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશને આ નિર્ણય લીધો છે કારણ કે ડીલરોનું માર્જિન છેલ્લા 55 મહિનાથી વધ્યું નથી. આ અંગે ડીલર્સ એસોસિએશને જણાવ્યું હતું કે સીએનજીના ભાવ આસમાને પહોંચ્યા છે પરંતુ માર્જિન વધ્યું નથી. આથી આવતીકાલે સવારે 7 વાગ્યાથી પેટ્રોલ પંપ પર CNGનું વેચાણ બંધ કરી દેવામાં આવશે. ફેડરેશન ઓફ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને છેલ્લા 55 મહિનાથી માર્જિન ન વધાર્યા બાદ આ નિર્ણય લીધો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x