બીઆરસી ભવન માણસા દ્વારા દિવ્યાંગ બાળકો તથા વાલીઓનો પ્રવાસ
બીઆરસી ભવન માણસા દ્વારા રિસોર્સ રૂમ પર આવતા દિવ્યાંગ બાળકો તથા વાલીઓનો પ્રવાસનું આયોજન કરેલ હતું જેમાં કુલ 51 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો આ પ્રવાસ ગુજરાત સરકારની બસ દ્વારા કરવામાં આવેલ સૌપ્રથમ વાસણીયા મહાદેવ અર્થાત વૈજનાથ મહાદેવના દર્શન કર્યા ત્યારબાદ ત્યાંથી સીધા અડાલજની વાવ ખાતે તમામ બાળકોએ મુલાકાત લીધી .અને અડાલજમાં જ અન્નપૂર્ણા રેસ્ટોરન્ટમાં તમામ બાળકોએ ભોજન લીધું ત્યારબાદ ત્યાંથી બસ સીધી સાયન્સ સીટી અમદાવાદ ખાતે પહોંચી ત્યાંથી સૌ પ્રથમ તમામ વિદ્યાર્થીઓને સાયન્સ સિટીની સમજ આપવામાં આવી અને સૌ પ્રથમ થ્રિલર રાઈડ ની મજા આપવામાં આવી થ્રિલર રાઈડમાં તમામ વિદ્યાર્થીઓ બેસી ઇજિપ્તના પ્રવાસની મજા માણી. ત્યારબાદએકવાટિક ગેલેરી માં દેશ વિદેશ ની માછલીઓ નિહાળી.ત્યારબાદ રોબોટિક ગેલેરી ,3Dશો ,નેચરપાર્ક, હોલ ઓફ સાયન્સ તથા સાયન્સ સિટીમાં ઉપસ્થિત તમામ વિભાગોની મુલાકાત કરી સાત કલાકે બસ પરત આવવા નીકળી જેમાં વચ્ચે રાંધેજા ખાતે તમામ વિદ્યાર્થીઓને રામ ઝુંપડી રેસ્ટોરન્ટમાં સાંજનું ભોજન લઈ પરત માણસા તરફ આવ્યા આજના પ્રવાસનું મુખ્ય નિચોડ વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ હતા તથા જોડે જોડે વાલીઓ પણ ખૂબ જ આનંદમાં હતા આ પ્રવાસ નિસર્ગ કોમ્યુનિકેશન સેન્ટર દ્વારા જરૂરી સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો