શ્રધ્ધાળુઓમાં નારાજગી પ્રસરીઃઅંબાજી મંદિરે મોહનથાળનો પ્રસાદ બંધ કરવાની હિલચાલ
યાત્રાધામ અંબાજીમાં વર્ષોથી માઇભક્તોને અપાતો મોહનથાળનો પ્રસાદ બંધ કરવાની હિલચાલ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઇ શ્રધ્ધાળુઓમાં નારાજગી પ્રસરી જવા પામી છે. જાકે,આ અંગે સત્તાવાર કોઇ સમર્થન સાંપડ્યું નથી. બીજી બાજુ પ્રસાદ બનાવવાનું કામ કરતી એજન્સીના સુત્રોના જણાવ્યા મુજબ નવો પ્રસાદ બનાવવાનો ઓર્ડર મળ્યો નથી.અને એકાદ દિવસ ચાલે તેટલો પ્રસાદ છે. ફેબ્રુઆરી ૨૦૨૩માં મોહનથાળના ૫,૯૩,૮૧૦ પેકેટનું વેચાણ થયું હતુ. જ્યારે ચીકીના ૬૨,૩૪૩ પેકેટનું વેચાણ થયું હતુ. વર્ષ ૨૦૨૨માં ૨૦ કરોડથી પણ વધુના મોહનથાળના પ્રસાદનું વિતરણ થયું હતુ.
શ્રાવણ માસમાં વહીવટી તંત્રે ચીકીના પ્રસાદને સામેલ કર્યો હતો. ફેબ્રુઆરીમાં મોહનથાળના ૫,૯૩,૮૧૦ પેકેટ, ચીકીના ૬૨,૩૪૩ પેકેટનું વેચાણ થયું હતુ. ૨૦૨૨માં ૨૦ કરોડથી પણ વધુના મોહનથાળના પ્રસાદનું વિતરણ થયું હતુ.
બનાસકાંઠાના કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે અંબાજીમાં ચીકી માટે ટેન્ડર પૂરું થઈ ગયેલું હતું તે નવું આપ્યું છે ભોજન માટેનું પણ ટેન્ડર નવું આપ્યું છે. મોહનથાળનો હાલ સ્ટોક પડ્યો છે. એટલે નવા ટેન્ડરની સુચના આપી નથી.