કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા ચારિત્ર્ય નિર્માણ હેતુ શિબિર યોજાઈ
યુવા વિધાર્થીઓનાં જીવન ઘડતર અને ચારિત્ર્ય નિર્માણ હેતુથી કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા સર્વ નેતૃત્વ ૭૦મીં નિવાસી તાલીમ શિબિર સર્વ વિદ્યાલય કેમ્પસ, કડી ખાતે યોજાઈ, જેમા ગાંધીનગર અને કડી કેમ્પસ સ્થિત જુદી જુદી ૧૬ કોલેજોના કુલ ૭૪ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં ગુજરાતના જાણીતા કપલ ટ્રેનર દીપકભાઈ અને ઉમાબેન તેરૈયા (ઉદ્દીપક) ઉપસ્થિત રહી વિધાર્થીઓને સ્પષ્ટતા અને હકારાત્મક અભિગમ સાથે સફળ જીવન જીવવા માટે ના પાઠ શિખવ્યા હતા. લીડરશિપ કેળવણી માટે ટાઇમ મેનેજમેન્ટ, આઇડેંન્ટિફાય યોરસેલ્ફ, મેનેજમેન્ટ ગેમ્સ થકી આગવા અંદાજ માં જીવનનાં ઉપયોગી મૂલ્યો શીખવ્યા હતા. ગેસ્ટ સ્પીકર તરીકે મિસ વર્લ્ડ યોગિની પૂજાબેન પટેલ ઉપસ્થિત રહી યુવાનોને પોતાના કાર્યનો અનુભવ જણાવી પ્રેરણા પૂરી પાડી હતી. કાર્યક્રમ ના અંતે તમામ વિધાર્થીઓએ અમદાવાદ સ્થિત ૧૦૮ જી.વી.કે.ઇ.એમ. આર.ઇ દ્વારા થતી અલગ અલગ સેવાકાર્યો વિષે વિસ્તૃત માહિતી આપી વિધાર્થીઓને સમજ પૂરી પાડી હતી.
નિવાસી શિબિરના અંતે સમાપન સમારંભમાં સર્વ વિદ્યાલય કેમ્પસ કડીના ડાયરેક્ટર અને પ્રમુખ સ્વામી સાયન્સ કોલેજના આચાર્યશ્રી ડો. અજયભાઈ ગોર સાહેબની ખાસ ઉપસ્થિતિ રહી યુવાનોની ક્ષમતાનો ઉપયોગ કરી યુવા શુ કરી શકે છે ? તેના વિવિધ ઉદાહરણ દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર શિબિરનું સંચાલન અને આયોજન સર્વ નેતૃત્વ કાર્યક્રમના કો-ઓર્ડીનેટર ડો. ધર્મેન્ર્દ્રભાઈ પટેલ અને સહાયક તરીકે ડો આશિષ ભૂવા,પ્રો.યશ પટેલ,પ્રો સૂરજ મુંજાણી,રાહુલ સુખડીયા અને વોલેન્ટીઅર હેરી પટેલ,વિક્રાંતસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.