ગાંધીનગરમા સે-24માં બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન
દેશભરમાં ભારત સરકાર દ્વારા દર વર્ષે તારીખ ૫ મી માર્ચના રોજ “પ્રધાનમંત્રી જન ઔષધિ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી દેશભરમાં કાર્યરત જનઔષધિ મેડિકલ સ્ટોરના સંચાલક સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સીધો સંવાદ કરે છે. આ દિવસના ઉપલક્ષ્યમાં ગાંધીનગર શહેરમાં સેક્ટર 24 ડબલ ડેકર, કોલવડા રોડ પર આવેલા જનઔષધિ મેડિકલ સ્ટોર દ્વારા બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ માટે નિષ્ણાંત તબીબોની ટીમના સહયોગથી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ સાથે સાથે રોટરી ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા ૧ વર્ષ થી ૮ વર્ષની વય ધરાવતા બાળકો માટે ફ્રી સુવર્ણ પ્રાશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવેલ છે. તો સર્વે શહેરીજનોએ આ કેમ્પમાં ઉપસ્થિત રહી, કેમ્પમાં મળનારી મફત તબીબી સેવાનો લાભ લેવા અનુરોધ કરેલ છે.