ગાંધીનગરગુજરાત

દહેગામને જયપુર, કોટા સહિત 3 ટ્રેનોનું સ્ટોપેજ મળ્યું

રેલવે તંત્રએ ત્રણેય ટ્રેનોને દહેગામ રેલવે સ્ટેશન, જયપુર અસારવા, ઈન્દોર અસારવા અને કોટા અસારવા સુધીના સ્ટોપેજ આપ્યા છે. આનાથી લોકો માટે ઉત્તરના રાજ્યોમાં જવાનું સરળ બનશે. રેલ્વે દ્વારા અમદાવાદ-ઉદેપુર રેલ્વે લાઇનને મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરિત કર્યા બાદ નવી ટ્રેનો શરૂ કરાયા બાદ શનિવારે સવારે જયપુર અસારવા અને કોટા અસારવા ટ્રેનનું દહેગામ ખાતે આગમન થતાં સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં અસારવાથી ડુંગરપુર અને અસારવાથી ઉદયપુર, જયપુર અસારવા, ઈન્દોર અસારવા અને કોટા અસારવા ટ્રેનો દોડાવવામાં આવી હતી, જેમાં નાંદોલ, દહેગામ રેલવે સ્ટેશને પણ ત્રણ ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવ્યા છે.

જેના કારણે શહેર અને તાલુકાની જનતામાં ખુશી જોવા મળી રહી છે. જયપુર અસારવા અને કોટા અસારવા ટ્રેનોનું નિયમિત અંતરાલમાં શનિવારે સવારે દહેગામ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ પીનાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ યોગેન્દ્ર શર્મા, દહેગામ વેપારી મહામંડળના પ્રમુખ અતુલભાઈ શાહ, જીઆઈડીસી મેમ્બર એસોસિએશનના પ્રમુખ કનુભાઈ બારોટ અને મોટી સંખ્યામાં સ્વૈચ્છિક સંસ્થાના સભ્યો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા, જયપુર અસારવા અને કોટા અસારવા ટ્રેનના પાયલોટ , ગાર્ડોએ એન્જિનને પણ હાર પહેરાવ્યા હતા. દહેગામના સ્ટેશન માસ્તર અરુણકુમાર શર્માએ તમામ રહેવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. દહેગામથી શરૂ થનારી 3 નવી ટ્રેનનો લાભ મુસાફરોને મળશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x