હવે તમામ મેટ્રો રેલ સ્ટેશનો પર ફૂડ કોર્ટ શરૂ કરવામાં આવશે
અમદાવાદ મેટ્રો હાલમાં વસ્ત્રાલ ગામથી થલતેજ અને મોટેરા સ્ટેડિયમ સુધીના APMC રૂટ પર કાર્યરત છે. જેમાં APMC અને મોટેરા સ્ટેડિયમ વચ્ચે 14 મેટ્રો સ્ટેશન અને વસ્ત્રાલ ગામ અને થલતેજ વચ્ચે 18 મેટ્રો સ્ટેશન છે. આવી સ્થિતિમાં અમદાવાદ મેટ્રોના કુલ 32 સ્ટેશનો પર ફૂડ સ્ટોલ શરૂ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. જેના માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવી શકે છે. આ ફૂડ સ્ટોલમાં ચા-કોફી-કોલ્ડ ડ્રિંક્સ અને હળવા નાસ્તાની વિચારણા કરવામાં આવી રહી છે.
હાલમાં મોટાભાગના મેટ્રો સ્ટેશન 3 માળમાં બનેલા છે. જેમાં પહેલા કે બીજા માળે ખાણીપીણીના સ્ટોલ ઉભા કરવામાં આવશે. જો કે, તેને ટ્રેનમાં ખાવા-પીવાનું લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. છેલ્લા પાંચ વર્ષથી દિલ્હીના મેટ્રો સ્ટેશનો પર ફૂડ કોર્ટ શરૂ કરવામાં આવી છે. તેમાં કેટલીક પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સની ફૂડ ચેઈન પણ સામેલ છે. આ જ પ્રકારનું આયોજન અમદાવાદમાં પણ ફૂટ કોર્ટ શરૂ કરવા માટે કરવામાં આવી રહ્યું હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે.