ગાંધીનગરગુજરાત

ધૂળેટીના ગુલાલની છોળો વચ્ચે સાહિત્યસભાના સર્જકોની રચનાઓનો રંગબેરંગી ગુલાલ ઊડ્યો.!

ગાંધીનગર સાહિત્યસભા દ્વારા એની નિયમિત માસિક બેઠક ‘ગમતાનો કરીએ ગુલાલ’ શિર્ષક હેઠળ રવિવાર દિનાંક પાંચમી માર્ચના રોજ સાંજે સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યામંદિર ખાતે આયોજિત કરવામાં આવી હતી. ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ સંજય થોરાતે હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે સૌનું ગુલાલ લગાડી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત સુંદર પ્રાર્થના પ્રસ્તુત કરી પારૂલ મહેતા અને હિમાંશુ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી.

ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ સંજય થોરાતે સૌનું શાબ્દિક સ્વાગત કરી રંગોના પર્વ ધૂળેટી અને વિશ્વ મહિલા દિવસની રચનાઓ પ્રસ્તુત કરવા આમંત્રણ આપ્યું હતું. રંગોત્સવ પર્વ નિમિત્તે ગાંધીનગર સાહિત્યસભાના કવિમિત્રો-કવયિત્રીઓએ હુતાસિની ધુળેટીને સ્પર્શતી સ્વરચિત રચનાઓ તેમજ મહિલાઓ વિશેની રચનાઓ રજુ કરી હતી. આ સુંદર મજાની મહેફિલ ડૉ. જિજ્ઞા વોહરાના કવિતામય સંચાલન હેઠળ રસપ્રદ રીતે દીપી ઊઠ્યુંં હતું.
આ રંગોની છોળો ઉડતી મહેફિલમાં ગિરા ભટ્ટ, કીર્તિદા બ્રહ્મભટ્ટ, માયા ચૌહાણ, નસીમ મહુવાકર/લઘુકથા વાચિકમ/તથા ભગૅદેવ ભટ્ટ, નિરંજન શાહ, જિતેન્દ્ર વ્યાસ, ડૉ. પ્રવીણ વાટલિયા/વ્યક્તિની ઓળખ વિષયક વાતૉલાપ/ ગુલાબચંદ પટેલ, બાબુભાઈ નાયક, મહેન્દ્ર રાઠોડ , બાબુદાન ગઢવી, દર્શન પુરાાણી, રમણ વાઘેલા અને સંજય થોરાતે એમની સ્વરચિત કાવ્ય રચનાઓ રજુ કરી હતી.
કાર્યક્રમનું આકર્ષણ એવા કવિ પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’ દ્વારા તરન્નુમમાં રચનાઓ પ્રસ્તુત કરવામાં આવી હતી જેને અનોખી દાદ મળી હતી. ધૂળેટીના ગુલાલની છોળો વચ્ચે સાહિત્યસભાના સર્જકોની રચનાઓનો રંગબેરંગી ગુલાલ ઊડ્ય હતો. કાર્યક્રમના અંતે સહુએ મીઠી ખજૂરનો સ્વાદ માણી મહેફિલને મમળાવતા વિદાય લીધી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *