અંબાવાડા ખાતે આવેલ હીરાબા વિધાલયમાં પંચામૃત કાર્યક્રમ યોજાયો.
પ્રાંતિજ તાલુકાની હીરાબા વિદ્યાલય અંબાવાડામાં તારીખ:- 01/03/2023 ના રોજ ધોરણ-10અને ધોરણ-12 ના વિધાર્થીઓનો શુભેચ્છા સમારંભ, માતૃ-પિતૃ સંમેલન , ઉત્તરવહી દર્શન તથા નિવૃત્ત શિક્ષિતા શ્રીમતી રેણુકાબેન.એમ.નિનામાં નો વયનિવૃત્તિ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી એમ.પી.પટેલ સૌને આવકારી વિદ્યાર્થીઓને શુભેચ્છા સાથે પ્રવૃત્તિ ,સંરક્ષણ અને સુ-ટેવો,સંસ્કાર સાથે જીવન જીવવા શીખ આપી હતી. આ કાર્યક્રમમાં ડો.કિશનસિંહ રણછોડપુરાની વિશેષ ઉપસ્થિતી રહી હતી. તેઓએ ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓને શુભેચ્છા ભેટ અર્પણ કરી હતી. કાર્યક્રમમાં કેળવણી મંડળના પ્રમુખશ્રી આર.બી.ઝાલા,શાળાનો સ્ટાફ ,સભ્યો તથા ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન શાળાના શિક્ષક ડોનિકાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.